જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં એક કાચું મકાન ધરાસાઈ થતાં 6 પરપ્રતિય શ્રમિકો દટાયા હતા. મળતી માહિતી મુજબ તંત્ર પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા તમામ છ વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. જેતપુરના ભોજાધાર વિસ્તારમાં ઘણા મકાનો જર્જરીત હાલતમાં છે જેની જાણ તંત્રને પણ છે. અહીં નગરપાલિકા દ્વારા માત્ર નોટિસ આપીને સંતોસ માનવામાં આવ્યો હતો. હવે તેનું પરિણામ જોવાનો વારો તંત્રને આવ્યો છે. અહીં ભોજાધાર વિસ્તારમાં એક કાચું મકાન ધરાસાઈ થવાની ઘટના બની છે. જેમાં 6 જેટલા લોકો દબાયા હતા જેમને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા હતા. જે બાદ નગરપાલિકા ચીફ ઓફિસર પોલીસ એમ્બયુલન્સ સહિત ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથે જ 6 પરપ્રતિયા શ્રમિકોમાંથી 5 શ્રમિકોને વધુ સારવાર અર્થ રાજકોટ ખસેડાયા હતા. જ્યારે 1 શ્રમિકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેતપુરમાં થોડા દિવસ પહેલા પણ ચાર મકાનો ધરાસાઈ થયા હતા. તેમ છતાં હજુ પણ તંત્ર કુંભકરણની જેમ નિદ્રામાં જ પોઢ્યું છે.