રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-2 ફરીથી નીકળશે. ત્યારે આ યાત્રાની દક્ષિણના જિલ્લાઓમાંથી કાઢવાનો તખતો ઘડાઈ રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાત્રા 15 ઓગસ્ટ કે 2 ઓક્ટોબરથી શરૂ થવાની શક્યતા છે. જોકે, મહત્વની બાબત એ છે કે, આ યાત્રા મોદી-શાહના ગઢ ગુજરાતથી શરૂ થવાનુ આયોજન છે. રાજસ્થાન મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી ગુજરાતથી યાત્રા શરૂ કરવાનુ આયોજન વિચારણામાં છે. પોરબંદર કે અમદાવાદથી ભારત જોડો યાત્રાનો પ્રારંભ થઈ શકે છે. આ યાત્રાનો પ્રારંભ ગુજરાતથી થાય છે. સૂત્રોના મતે ભારત જોડો યાત્રા ગુજરાતથી હરિયાણા સુધી યોજાનાર છે. કોંગ્રેસની ગણતરી એવી છે કે, આગામી દિવસોમાં રાજસ્થાન અને મંધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના પગલે રાજ્ય ગુજરાતમાંથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવે તો તમામ રાજ્યોને આવરી શકાય છે. જેથી ભારત જોડો યાત્રા અમદાવાદ અથવા પોરબંદરથી પ્રારંભ કરવા વિચારણા ચાલી રહી છે. હાલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણા સહિતના રાજ્યોમાં રુટોની ચકાસણી ચાલી રહી છે. ત્યાર બાદ ફાઈનલ રુટ નક્કી કરવામા આવશે. રાહુલ ગાઁધીની આ ભારત જોડો યાત્રા ગુજરાતમા આવનારી લોકસભા ચૂંટમી પહેલા કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે. કોંગ્રેસ તરફી માહોલ ઉભો કરવા માટે આ ચૂંટણી મોટો સહારો બની રહેશે. તેથી ગુજરાતમાંથી તેનો પ્રારંભ કરવાની વિચારણા ચાલી રહી છે. ચર્ચા છે કે, પહેલા ગુજરાતના પોરબંદરથી સીધા માઉન્ટ આબુ (સિરોહી) જિલ્લામાં પ્રવેશ કરીને ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડાના વિસ્તારોમાં થઈને રતલામ (મધ્યપ્રદેશ) માં પ્રવેશ કરી શકે છે. બીજો વિકલ્પ એ છે કે, યાત્રા ગુજરાતના અમદાવાદથી નીકળીને રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢ, કોટા, ઝાલાવાડ થઈને મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. તેના બાદ છત્તીસગઢ જશે. ત્રણેય રાજ્યોામં વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. તો ત્રીજો વિકલ્પ એ છે કે, ગુજરાતના અમદાવાદથી ગોધરા, દાહોદના રસ્તે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. જેના બાદ મધ્યપ્રદેશ થઈને છત્તીસગઢમાં પ્રવેશ કરશે.