તમારો દિકરો રાજકારણમાં જશે તો હિંદુસ્તાનનો હૃદય સમ્રાટ બનશે

Spread the love

1962-63ના અરસામાં એક રસપ્રદ ઘટના બની હતી. વડનગરમાં હંમેશાં કોઈ સાધુ સંતોની અવરજવર રહેતી હતી. ગામમાં એવો રિવાજ હતો કે કોઈ પણ સાધુ મંદિરમાં આવીને રહે તો તેના ભોજનનો પ્રબંધ વારાફરતી જુદા જુદા કુટુંબમાં થાય. આ પ્રમાણે નરેન્દ્ર મોદીના ઘરે પણ એક સાધુ મહારાજ ભોજન માટે પધાર્યા હતા. ભોજન બાદ તેમણે માતાજીને કહ્યું હતું કે, તમારી પાસે કોઈ કુટુંબીજનના જન્માક્ષર હોય તો મને આપો. હું ભવિષ્ય જોઈ આપું. માતા હીરાબહેન પાસે સોમભાઈ અને નરેન્દ્રભાઈના જ જન્માક્ષર આપ્યા હતા. જેના બાદ નરેન્દ્ર મોદીના ભવિષ્ય વિશે તેમણે એક ખાસ વાત કરી હતી.મહારાજે સોમભાઈની કુંડળી જોઈને કહ્યું, ‘માતે… આમ તો તમારો પુત્ર સીધી જિંદગી જીવશે, પરંતુ એક વાર એને જેલમાં જવું પડશે. હીરાબાઃ હેં… મારા છોકરાને જેલમાં જવું પડશે? સાધુ મહારાજઃ હા એની કુંડળીમાં જેલમાં જવાનું પણ લખેલું છે. હીરાબાઃ તો બાપુ મારા નરેન્દ્રનું શું? મહારાજે નરેન્દ્ર મોદી માટે કહ્યું, ‘આ છોકરો રાજકારણમાં જશે તો ચક્રવર્તી થશે. હીરાબાઃ એટલે? સાધુ મહારાજઃ એટલે એ રાજકારણમાં જશે તો હિંદુસ્તાનનો હૃદય સમ્રાટ બનશે અને જો સંન્યાસના રસ્તે જશે તો ગુરુ શંકરાચાર્ય જેવો મહાન સંન્યાસી બનશે. સોમભાઈએ એક વખત કહેલું કે મારા માટે તો મહારાજ સાચા પુરવાર થયા. હું સેનેટરી કામદારોના યુનિયનનો પ્રમુખ હતો, એ દરમિયાન અમારા પર પ્રતિબંધ આવ્યો કે ચારથી વધુ માણસો ભેગા ન થઈ શકે. મેં એનો પ્રતિકાર કર્યો એટલે બે-ત્રણ દિવસ માટે જેલમાં જવું પડ્યું. પણ નરેન્દ્ર મોદી વિશે સાધુની ભવિષ્યવાણીથી કુટુંબના વડીલોને એવું લાગવા માંડ્યું હતું કે નરેન્દ્રમાં સન્યાસી બનવાનાં લક્ષણ દેખાવા માંડ્યાં છે. એ ધર્મિષ્ઠ હતા, દરરોજ જાપ કરતા, સાધુસંતો જોડે હળતા મળતા અને એમની ઉંમરના બીજા છોકરાઓ કરતાં ઘણું આકરું શિસ્તમય જીવન જીવતા. સોમભાઈના કહેવા મુજબ નરેન્દ્ર મોદીએ શાળાના અભ્યાસ બાદ 17 વર્ષની વયે જ ઘર અને કુટુંબનો ત્યાગ કર્યો હતો અને અધ્યાત્મની ખોજ કરવા હિમાલય ભ્રમણ કરવા નીકળી પડ્યા હતા. એ પોતે પછી કુટુંબ સાથે રહ્યા જ નહિ. બે વર્ષ પછી પાછા આવ્યા ત્યારે એમણે જીવનનો રાહ પસંદ કરી લીધો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં પ્રચારક બનવાનો નિર્ણય કર્યો, જેનો અર્થ એ થયો કે એમણે અપરિણિત રહી RSS ને પૂર્ણકાલીન સેવા આપવી. આ પ્રસંગનો ઉલ્લેખ નરેન્દ્ર મોદી પર લખાલેયા પુસ્તક ‘નરેન્દ્ર મોદી આધુનિક ગુજરાતના શિલ્પી’માં છે.હવે નરેન્દ્ર મોદીને લઈને સાધુ મહારાજે કરેલી ભવિષ્યવાણી કેટલી સાચી પડી એ તો આખી દુનિયા જાણે છે.1971 માં પૂર્વ બંગાળમાં મુસ્લિમો તેમજ હિન્દુઓ પ્રત્યે થતા અત્યાચાર તથા પાકિસ્તાન લશ્કર દ્વારા આચરવામાં આવતા જાતિસંહારના વિરોધમાં 21 વર્ષના નરેન્દ્ર મોદીએ સત્યાગ્રહ કરી ધરપકડ વહોરી લીધી. મુલ્યો અંગેની એમની પ્રતિબદ્ધતાનો પરિચય ત્યારે થયો હતો. એમને તિહાર જેલમાં બંદી પણ બનવું પડ્યું હતું. પરંતુ બહુ જલ્દી છૂટી ગયા હતા. 1972માં નરેન્દ્ર મોદીએ પ્રચારક તરીકે વિધિપૂર્વક કામ શરૂ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com