MSMEsને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ સાથે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ-ZED’ સર્ટીફિકેશન માટે વ્યાપક અભિયાન

Spread the love

કેન્દ્ર સરકાર દ્વારા દેશના MSMEsને વૈશ્વિક સ્તરે સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’-ZED સર્ટીફિકેશન યોજના એપ્રિલ-૨૦૨૨માં જાહેર કરવામાં આવી છે. MSME એકમોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા, તેમને ટકાઉ બનાવવા અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન તરીકે પરિવર્તિત કરવા માટે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ (ZED) પહેલનું વ્યાપક અભિયાન હાથ ધર્યુ છે.
“ઝીરો ડિફેક્ટ” સાથે માલસામાનનું ઉત્પાદન તેમજ પર્યાવરણ પર તેની નકારાત્મક અસર ન થાય તે રીતે “ઝીરો ઇફેક્ટ”થી માલસામાનનું ઉત્પાદન કરવાના આ અભિયાનના ઉદ્દેશ્યને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા તેને પ્રોત્સાહિત કરવા વિશેષ સહાય આપવામાં આવી રહી છે. ઉદ્યમ પોર્ટલ ઉપર સાડા તેર લાખથી વધુ MSME નોંધાયેલા છે. જે MSMEsને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. આત્મનિર્ભર ગુજરાત સ્કિમ ફોર આસિસ્ટન્સ ટુ MSME-૨૦૨૨ હેઠળ MSME એકમો કાર્યક્ષમ બનીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરે તે માટે ZED સર્ટીફિકેશન મેળવવા થયેલા ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા (ભારત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બાદ કર્યા પછી) આપવામાં આવે છે.

ZED સર્ટીફિકેટ મેળવવા માટેની પાત્રતા:
UDYAM રજીસ્ટ્રેશન પોર્ટલ સાથે નોંધાયેલ તમામ MSME એકમો ZED પ્રમાણપત્ર અને સંબંધિત લાભો/પ્રોત્સાહન મેળવવા માટે પાત્રતા ધરાવશે.

ZED સર્ટીફિકેટ માટેની પ્રક્રીયા:
 MSME એકમે ZED સર્ટીફિકેટ મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન (નિ:શુલ્ક) ભારત સરકારના પોર્ટલ www.zed.msme.gov.in પર કરવાનુ રહેશે રજીસ્ટ્રેશન બાદ એકમે નીચે મુજબના ત્રણ ZED સર્ટીફિકેટ મેળવી શકશે.
(૧) Certification Level-1 : Bronze
(૨) Certification Level-2: Silver
(૩) Certification Level-3 : Gold

ZED સર્ટીફિકેશનના ફાયદા:
1. MSMEને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક તેમજ સક્ષમ બનાવવા માટે નાણાકીય અને ટેક્નીકલ સપોર્ટ કરવાનો છે.
2. અદ્યતન ટેકનોલોજી, સાધનોનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન માટે MSME ને પ્રોત્સાહિત કરવા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સાથે ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ ઉત્પાદકતા પ્રાપ્ત કરવા માટે તેમની પ્રક્રિયાઓને સતત અપગ્રેડ કરવાનો છે.
3. નિકાસને સક્ષમ કરવા માટે MSME માં Zero defect ઉત્પાદનના વિકાસ માટે ઇકોસિસ્ટમ વિકસાવવાની અદ્યતન પહેલ છે.
4. ઉત્પાદકતામાં વધારો કરી શકે છે, પર્યાવરણીય જાગૃતિ વધારી શકે છે તેમજ કુદરતી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી તેમના બજારોનું વિસ્તરણ કરી શકે છે.

ઉપરોક્ત ZED સર્ટીફિકેશનના લાભ મેળવવા માટે તેમજ MSME એકમોને જાગૃત કરવા અને નિયત થયેલ પદ્ધતિ અનુસરવા માટે મદદરૂપ થઇ શકાય તે હેતુથી Quality Council of India(QCI) એ એમ્પેનલ કરેલી એજન્સીઓ (૧) 4C Consulting Pvt Ltd.,(૨) Efforts Consulting, (૩) Separis Knowledge Sol Pvt ltd, (૪) Here Quality Excellence Pvt Ltd, (૫) Perfect Consulting, (૬) Astraleus Service Pvt ltd દ્વારા MSME એકમોનો સંપર્ક કરવામાં આવે ત્યારે એમ્પેનલ એજન્સીઓને સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં, MSME કમિશનરશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ZED રજીસ્ટ્રેશન અને સર્ટીફિકેશન માટે એમ્પેનલ એજન્સીઓ દ્વારા કરવામાં આવતા હેન્ડહોલ્ડીંગ સપોર્ટ માટે MSME એકમોએ કોઇ પણ પ્રકારનો ચાર્જ/ફી ચુકવવાની રહેશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com