કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત આવશે

Spread the love

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ઓગસ્ટે રોજના ગુજરાત આવશે. કચ્છના ગાંધીધામ IIFCO નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અમિત શાહ કોટેશ્વરમાં BSFના મરીન યુનિટના નવા પ્રોજેકટનું શિલાન્યાસ કરશે. તેમજ કચ્છના સરહદી વિસ્તારોની પણ મુલાકાત લેશે. અમિત શાહ સરર્કિકની પણ મુલાકાત લે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભુજની પાલરા જેલની પણ મુલાકાત લેશે. તેમજ જેલ પ્રશાસનની કરશે સમીક્ષા કરશે. તેમજ કચ્છ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.મળતી માહિતી અનુસાર અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. તેમજ આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈ બેઠક કરે તેવી સંભાવના છે. તો બીજી તરફ ગુજરાત ભાજપના પત્રિકા કાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. કેન્દ્રીય નેતૃત્વએ પત્રિકા કાંડની ગંભીર નોંધ લીધી છે. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓ સામે હાઈકમાન્ડે લાલ આંખ કરી છે. પત્રિકા કાંડ સાથે સંકળાયેલા નેતાઓ પર હાઈ કમાન્ડની સીધી નજર રાખશે. આંતરિક મતભેદને બાજુમાં રાખી લોકસભા ચૂંટણી પર ધ્યાન આપવા હાઈકમાન્ડે નિર્દેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com