જીએસટી ‘પીએમએલએ’ હેઠળ લાવવાથી પહેલેથી જ “ટેક્સ ટેરરિઝમ”ના શિકાર ગુજરાતના ઇમાનદાર અને નાના અને મધ્યમ વેપારીઓને વધુ એક કનડગતનો ભોગ બનવું પડશે. : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ

Spread the love

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ

 

પીએમએલએ’ ને હેઠળ પગલાં લેતાં પહેલા વિસ્તૃત ચર્ચા અને નાના અને મધ્યમ વર્ગના વેપારીઓનો અભિપ્રાય લેવો  જરૂરી : ઇમાનદાર વેપારીઓને આ કનડગત અને “ટેક્સ ટેરરિઝમ” માંથી રક્ષણ કરવું આપણી નૈતિક ફરજ  : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જીસીસીઆઈના પ્રમુખ અજય પટેલને પત્ર લખી જણાવ્યું હતું કે સમગ્ર દેશ અને ગુજરાતમાં GSTનું અમલીકરણ કરવામાં આવ્યું ત્યારે પણ આપણા નાના અને મધ્યમ ઉદ્યોગો-વેપારો ખૂબ મુશ્કેલીઓ સહન કરીને તેની અસરમાંથી મહામહેનતથી બેઠા થયા હતા. હાલમાં સરકાર દ્વારા જીએસટીને પીએમએલના કાયદા હેઠળ લાવવામાં આવ્યો. જેનો ઉદ્દેશ્ય નાણાકીય ગેરનીતિઓનો પર્દાફાશ કરવાનો છે. ગુજરાતના ઇમાનદાર નાના અને મધ્યમ વેપારીઓ પણ જીએસટીની જોગવાઈઓના કારણે નાણાકીય ગેરરીતિઓ અને નાણાકીય કૌભાંડનો શિકાર બનતા હોય છે અને તેમની સાથે થતી છેતરપિંડીની ભરપાઈ તેમણે કરવી પડતી હોય છે. ત્યારે જીએસટી ‘પીએમએલએ’ ને હેઠળ લાવવાથી પહેલેથી જ “ટેક્સ ટેરરિઝમ”ના શિકાર ગુજરાતના ઇમાનદાર અને નાના અને મધ્યમ વેપારીઓને વધુ એક કનડગતનો ભોગ બનવું પડશે. નાણાકીય ગેરરીતિઓને ડામવાનો ઉદ્દેશ્ય જરૂરી છે પણ તેની સાથે નાના અને મધ્યમ ઇમાનદાર વેપારીઓ અને ઉદ્યોગોને બિન જરૂરી કનડગત ન થાય અને “ટેક્સ ટેરરિઝમ”નો વધુ ભોગ ન બને તેની બાંહેધરી પણ જરૂરી છે. આ પ્રકારના પગલાં લેતાં પહેલા વિસ્તૃત ચર્ચા અને નાના અને મધ્યમ વર્ગના વેપારીઓનો અભિપ્રાય લેવો ખૂબ જરૂરી છે. ઇમાનદાર વેપારીઓને આ કનડગત અને “ટેક્સ ટેરરિઝમ” માંથી રક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com