રાજકારણ માટે મણિપુરનો દુરુપયોગ ન કરો, દર્દની દવા બનીને કામ કરો : વડાપ્રધાન મોદી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે અમે શરૂઆતથી જ સંસદમાં મણિપુર હિંસા પર ચર્ચા કરવાના પક્ષમાં છીએ. વિપક્ષના લોકો માત્ર રાજનીતિ કરવા માગતા હતા. તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા, પછી મતદાનથી ભાગી ગયા. વિપક્ષે મણિપુર સાથે દગો કર્યો છે.
મોદીએ પશ્ચિમ બંગાળના હાવડામાં આયોજિત ભાજપના પંચાયતી રાજ પરિષદ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા આ વાત કહી. પીએમએ બંગાળ અને મણિપુર હિંસા પર વિપક્ષના વલણ અને તેમનાં 9 વર્ષના કાર્યકાળ વિશે પણ વાત કરી હતી. સંસદ સત્ર દરમિયાન પીએમએ વિપક્ષના વલણ પર કહ્યું, ‘વિપક્ષ કોઈપણ તર્ક વગર અવિશ્વાસ પ્રસ્તાવ પર માત્ર આરોપો લગાવી રહ્યો હતો. વિપક્ષ મણિપુર પર વાત કરવા માગતો નહોતો અને મણિપુર વિશે વાત કરી શકાતી નથી, તેથી વિપક્ષ કોઈપણ તર્ક વગર ગમે તે વાત કરી રહ્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને દેશભરમાં નકારાત્મકતા ફેલાવનારાઓને કરારો જવાબ આપ્યો. વિપક્ષના સભ્યોએ સંસદ અધવચ્ચે છોડી દીધી હતી. સત્ય એ છે કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરતા ડરી ગયા હતા. ભાજપના લોકો અહંકાર વગર કામ કરે છે અને લોકોના દિલ જીતી રહ્યા છે. છેલ્લાં 50 વર્ષથી આપણે ગરીબી હટાઓનું સૂત્ર સાંભળીએ છીએ, પરંતુ તેઓ ગરીબી દૂર કરી શક્યા નહિ. જે કામ તેઓ 5 દાયકામાં નથી કરી શક્યા એ ભાજપ સરકારે આટલા ઓછા સમયમાં કરી બતાવ્યું. અમે ગરીબી જીવીને આવ્યા છીએ. આપણે જાણીએ છીએ કે ગરીબીની સમસ્યાઓનું મૂળ ક્યાં છે, તેથી જ આપણે ગરીબીને મૂળમાંથી ઉખેડી નાખવામાં સક્ષમ છીએ. અમે 18 હજાર ગામમાં વીજળી પહોંચાડી છે. એમાંથી 13,000 ગામ ઉત્તર-પૂર્વનાં છે. જેઓ આજે મણિપુર-મણિપુર કરી રહ્યા છે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે પૂર્વ ભારતનાં 13 હજાર ગામડાં અંધારામાં છે.

અમે જળ જીવન મિશન શરૂ કર્યું. એ સમયે દેશના 20% કરતા ઓછા ગ્રામીણ પરિવારો પાસે નળનું પાણી હતું. આજે 60%થી વધુ ગ્રામીણ પરિવારો પાસે નળનું પાણી છે. 4 વર્ષ પહેલાં મિઝોરમમાં માત્ર 6% ઘરોમાં જ પાઈપથી પાણી હતું. આજે આ આંકડો 90% થી વધુ છે.PMએ 10 ઓગસ્ટના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સંસદમાં વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું – ઉત્તર-પૂર્વ આપણા લિવરનો ટુકડો છે. ઉત્તર-પૂર્વની સમસ્યાઓની એકમાત્ર જનની કોંગ્રેસ છે. ત્યાંના લોકો નહીં, કોંગ્રેસનું રાજકારણ જવાબદાર છે.
હું તમામ દેશવાસીઓને આશ્વાસન આપવા માગું છું કે જે પ્રયાસો થઈ રહ્યા છે એને કારણે નજીકના ભવિષ્યમાં શાંતિનો ચહેરો ચોક્કસપણે ઊભરી આવશે. ત્યારે મણિપુર નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધશે. ગૃહના મિત્રોને વિનંતી છે કે મણિપુરથી લઈને પણ દેશમાં ગંભીર સમસ્યાઓ છે, પણ સાથે મળીને એનો રસ્તો કાઢીએ, સાથે ચાલો, મણિપુર પર વિશ્વાસ રાખીને ચાલો, રાજકારણ માટે મણિપુરનો દુરુપયોગ ન કરો, દર્દની દવા બનીને કામ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com