હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વંદે ભારત ટ્રેનનો છે.એક વ્યક્તિની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો બુધવારનો છે, તે ટ્રેનમાં ધ્રુમપાન કરતો ઝડપાયો હતો. તે બીડી પીતી વખત ફાયર અલાર્મ ચાલુ થયો હતો. આ વ્યક્તિ તિરુપતિ-સિકંદરાબાદ ટ્રેનના ટોયલેટમાં જઈ બીડી પી રહ્યો હતો. તે તિરુપતિથી ટ્રેનમાં ચડ્યો હતો. તે પોતાને C-13 કોચના ટોયલેટમાં બંધ કરી લીધો હતો. જ્યારે તેણે ટોયલેટની અંદર બીડી પીવાનું શરુ કર્યું તો ફાયર એલાર્મ એક્ટિવ થયું હતુ.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેનની કેબિનમાં ધુમાડો જોવા મળી રહ્યો છે. તેમજ ટ્રેનની અંદરથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.ત્યારબાદ આરોપીને નેલ્લોરમાં રેલવે પોલીસે ધરપકડ કરી છે અને તેની સામે રેલવે એક્ટ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હતો.
આ ઘટનાને કારણે ટ્રેનને લગભગ અડધો કલાક રોકવી પડી હતી. ડિવિઝનલ રેલવે મેનેજર વિજયવાડાના જણાવ્યા અનુસાર, ‘C13ના ટોયલેટની અંદર એક મુસાફર ધૂમ્રપાન કરતો હતો. તેણે કહ્યું, ‘જ્યારે ધુમાડો નીકળે છે ત્યારે ફાયર એલાર્મ આપમેળે સક્રિય થઈ જાય છે. આરપીએફ દ્વારા નેલ્લોરમાં તે મુસાફરની અટકાયત કરવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ વીડિયોને 32 હજારથી વધુ લોકોએ જોયો છે. લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક વ્યક્તિ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે તેણે ટોયલેટમાં જઈને સિગારેટ સળગાવી ત્યારે ફાયર એલાર્મ એક્ટિવ થઈ ગયું હતું. જેના કારણે કમ્પાર્ટમેન્ટમાં એરોસોલનો છંટકાવ કરવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.