Gj૧૮ ખાતે ૧૫ ઓગસ્ટના રોજ યોગ, વૈદિક હવન, ધ્વજવંદનની તડામાર તૈયારી, રજીસ્ટ્રેશન ટેમ્પો housefull થાય પહેલા કરાવો, વાચો વિગતવાર

Spread the love


ગાંધીનગરની ખૂબ જ જાણીતી તેમજ યોગના કાર્યમાં સદૈવ અગ્રેસર માનસ યોગ સેવા ટ્રસ્ટ – ગાંધીનગર, સામવેદ ગ્રુપ, નક્ષત્ર ગ્રુપ, પ્રમુખ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૫ ઓગષ્ટના રોજ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ અંતર્ગત માનસ યોગ સેવા ટ્રસ્ટના આદરણીય યોગાચાર્ય શ્રી કાનજીભાઈ બાવરી સહિત સામવેદ ગ્રુપ, પ્રમુખ ગ્રુપ, નક્ષત્ર ગ્રુપના મહાનુભાવો દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે વર્તમાન સમયે ભારત જી૨૦ની સદસ્યતા કરી રહ્યું છે ત્યારે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી ખૂબ જ મહત્વની બની રહી છે. તેથી આ રાષ્ટ્રીય પર્વને ખૂબ જ વિશિષ્ટ રીતે ઉજવવા માટે માનસ યોગ સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય યોગ શિબીર, વૈદિક હવન અને ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
આ અંગે વિશિષ માહિતી આપતાં યોગાચાર્ય શ્રી કાનજીભાઈ બાવરી એ જણાવ્યુ ંહતું કે સવારે ૬ થી ૮ યોગ શિબિર, ૬.૩૦ થી ૭.૩૦ વૈદિક હવન, ત્યાર બાદ હળવો નાસ્તો, મુખ્ય અતિથિ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ અને આશીર્વચન અને કુડાસણ વિસ્તારમાં ડીજે અને બેન્ડ સાથે રેલીનું આયોજન બાદ પ્રિતી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ઉપસ્થિત સૌને હવનમાં આહૂતિનો પણ લાભ મળશે.
માનસ યોગ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અને સામવેદ ગ્રુપના જીજ્ઞેશભાઈ, નક્ષત્ર ગ્રુપના ઉત્પલભાઈ અને પ્રમુખ ગ્રુપના રચિતભાઈ આ પ્રેસવાર્તામાં ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સંબંધિત વિશેષ માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત માનસ યોગ સેવા ટ્રસ્ટના શ્રી પ્રકાશભાઈ વણઝારા, ડૉ. નેહલબેન દેસાઈ, મિડીયા પ્રભારી શ્રી આશિષભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.
સમગ્ર કાર્યક્રમ કેશવ આરાધ્યમની બાજુમાં, સરદાર ચોક, કુડાસણ ખાતે યોજાશે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ યોગીજનો તરફથી ટી-શર્ટ વિતરણ કરવામાં આવશે. આ માટે https://forms.gle/mjbQBrezQpbBJtvZ6 લિન્ક ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
કાર્યક્રમની વધુ માહિતી અને માર્ગદર્શન માટે ડો. નેહલ દેસાઈ મો. ૯૪૦૯૨૧૨૫૬૭ નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com