મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના વતન થાણે જિલ્લાના કાલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં એક જ રાતમાં 18 દર્દીઓના મોતથી ખળભળાટ મચી ગયો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ કલવાની આ હોસ્પિટલમાં રાજકીય પક્ષોના નેતાઓની કતાર લાગી છે. રાજકારણીઓ હોસ્પિટલ પ્રશાસન પાસે જવાબ માંગી રહ્યા છે. પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડ, શિવસેનાના દિવંગત નેતા આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બે દિવસ પહેલા પણ આ હોસ્પિટલમાં પાંચ લોકોના મોત થયા હતા. તે જ સમયે 18 લોકોના મોત થયા હતા, જેમાંથી 13 ICUમાં હતા. જે દર્દી હોસ્પિટલ પર વિશ્વાસ રાખીને આવે છે. અહીં પેલા દર્દી અને તેના સ્વજનોના જીવનનું શું થશે?
આ મોતોથી હોસ્પિટલ તંત્રની બેદરકારી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. કેદાર દિધેએ આપોર લગાવ્યો કે કોન્ટ્રાક્ટર અહીં સાફ-સફાઈ પર ધ્યાન આપતા નથી. તો મંત્રી ગિરીશ મહાજને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. છેલ્લા ચાર દિવસમાં હોસ્પિટલમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 22 થી ગઈ છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે દર્દીઓના મોત સમય પર સારવાર ન મળવાને કારણે થયા છે.
આ ઘટના પર હોસ્પિટલના ડીને પણ મીડિયાની સામે પોતાનો પક્ષ રાખ્યો છે. તેમણે જાણકારી આપી કે આટલા મોત કેમ થયા. ડીને જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 18ના મોત થયા છે. તેમાંથી 6 દર્દીઓના 24 કલાકની અંદર મોત થયા છે. કેટલાક લોકોના મોત અડધો કલાકમાં થયા છે. તેમાંથી પાંચ દર્દીઓને તાવ અને શ્વાસ લેવાની તકલીફ હતી. અહીં કેટલાક દર્દીઓ ગંભીર સ્થિતિમાં આવ્યા હતા. એક દર્દીનું અલ્સફ ફાટેલું હતું. તે દર્દીની યોગ્ય સારવાર કરવામાં આવી પરંતુ તેને બચાવી શકાયો નહીં.
ડીને જણાવ્યું કે એક ચાર વર્ષના બાળકે કેરોસિન પી લીધુ હતું. તેના પેટમાં વધુ માત્રામાં કેરોસિન પહોંચી ગયું હતું. અનેક પ્રયાસ છતાં તેને બચાવી શકાયો નહીં. એક દર્દીને સાપ કરડ્યો હતો તેને પણ બચાવી શકાયો નહીં. તેમણે કહ્યું કે અમે 24 કલાક કામ કરી રહ્યાં છીએ. પાંચ સો બેડમાં 600 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અમે કોઈ દર્દીને ના પાડતા નથી. અમે જાણીએ છીએ કે અહીં આવતા દર્દીઓ ગરીબ પણ હોય છે. તેમણે કહ્યું કે અમે ગંભીર દર્દીઓને ન બચાવી શક્યા. પરંતુ અમે છેલ્લા શ્વાસ સુધી પ્રયાસ કર્યો. અચાનક દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વાત યોગ્ય છે ડોક્ટર પર્યાપ્ત છે પરંતુ દર્દીઓની સંખ્યા વધી છે. તેમણે કહ્યું કે દર્દીઓની સંખ્યા વધવા અને દર્દીઓની ગંભીર સ્થિતિને કારણે તેને બચાવી શક્યા નહીં.