ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર્ડીનેશન સમિતિની બેઠકમાં નિર્ણય, રાહુલ ગાંધીનાં રસ્તે ચાલો

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર કમીટીની આજે બેઠક મળી હતી. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામા આ પહેલી બેઠક હતી. કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા. કોર ગૃપની બેઠકમાં પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અને સિનિયર નેતા હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી, કોંગ્રેસ નવા સંગઠન, પક્ષના કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી.

રાહુલ ગાંધી દ્વારા શરુ કરવામાં આવેલી ભારત જોડા યાત્રાની ખુબ ચર્ચા થઈ હતી. રાહુલ હવે ફરીવાર ગુજરાતથી મેઘાલય સુધીની ભારત જોડો યાત્રા સપ્ટેમ્બર મહિનામાં શરુ કરવા જઈ રહ્યા છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પણ તેમના રસ્તે ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોર્ડીનેશન સમિતિની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોંગ્રેસ પદયાત્રા થકી જનસંપર્ક કરશે. 20મી ઓગસ્ટ રાજીવ ગાંધીની જન્મ જયંતિથી આ પદયાત્રા શરુ કરાશે. પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશનાં નેતાએ જિલ્લા દિઠ અને લોકસભા બેઠક પ્રમાણે પદયાત્રા કરશે. સંગઠનની રચના અને અગામી કાર્યક્રમ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નક્કી થયું છે કે, વહેલી તકે સંગઠનની રચના કરવામાં આવશે. હોદ્દેદારોની જવાબદારી સાથે જવાબદેહી પણ નક્કી કરાશે. આ ઉપરાંત હોદ્દેદારોને સોપાયેલી જવાબદારીનુ મુલ્યાંકન પણ કરવામાં આવશે. વર્તમાન સંગઠનમાં જ્યાં જરૂર જણાશે ત્યાં ફેરબદલ પણ કરવામાં આવશે.

તો બીજી તરફ, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, કોંગ્રેસ છોડીને ગયેલા લોકોને પક્ષમાં પાછા લાવવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ઘરવાપસી કાર્યક્રમ શરૂ કરશે. કોઈ કારણોસર પક્ષ છોડીને ગયા છે પણ કોંગ્રેસની વિચારધારા સાથે છે તેવા લોકોને પરત લેવાશે. આજે મળેલી ગુજરાત કોંગ્રેસની કો પ્રડીનેશન કમિટીની બેઠકમાં સંયુક્ત રીતે નિર્ણય લેવાયો છે.

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-2 ગુજરાતમાંથી શરૂ થઇ શકે છે. મળતી જાણકારી અનુસાર, કોગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-2 ગુજરાતથી હરિયાણા સુધી યોજાઈ શકે છે. આ યાત્રા ગુજરાતના પોરબંદર અથવા અમદાવાદથી શરૂઆત કરવાની વિચારણા ચાલી રહી છે. રાજસ્થાન-મધ્ય પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં ભારત જોડો યાત્રા માટે દિલ્હીમાં ચર્ચા વિચારણા ચાલી રહી છે. જોકે હજુ સુધી ભારત જોડો યાત્રાની તારીખ નક્કી થઇ નથી.

ભારત જોડો યાત્રા પાર્ટ 2 શરૂ કરવા દિલ્હીમાં કૉંગ્રેસના નેતાઓ મંથન કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારત જોડો યાત્રા ગુજરાતથી હરિયાણા સુધી યોજાઈ શકે છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ 2ની ગુજરાતથી શરૂઆત થઈ શકે છે. હાલમાં પોરબંદર કે અમદાવાદથી યાત્રાનો પ્રારંભ કરવા વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાન્ડની એવી પણ ગણતરી છે કે આગાામી દિવસોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેના પગલે નજીકના રાજ્ય ગુજરાતમાંથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવે. જેથી બધા જ રાજ્યોને આવરી લેવામાં આવે. આ પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા યોજાઈ હતી.

કોંગ્રેસ પક્ષના સૂત્રોનું કહેવું છે કે આ યાત્રા 15 ઓગસ્ટ અથવા 2 ઓક્ટોબરથી શરૂ થાય તેવી શક્યતા છે. આ સમગ્ર યાત્રાનો રૂટ લગભગ 3,400 થી 3,600 કિલોમીટર લાંબો હશે. આ યાત્રા રાજસ્થાનમાં લગભગ 400 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થઇ શકે છે. આ યાત્રાનો રૂટ 10 લોકસભા અને લગભગ 60 વિધાનસભા મતવિસ્તારોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે હાલમાં ભારત જોડો યાત્રા પાર્ટ-2ની તૈયારીઓ ચાલી રહી છે. તેની વિસ્તૃત માહિતી આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મળીને નક્કી કરશે કે યાત્રા ક્યારે શરૂ થશે, ક્યાં જશે અને કેટલા દિવસો સુધી ચાલશે. સૂત્રોનો દાવો છે કે આ યાત્રા ગુજરાતના પોરબંદર કે અમદાવાદથી શરૂ થશે. આ પછી યાત્રાનો રૂટ કેવો હોવો જોઈએ તેના પર મંથન ચાલી રહ્યું છે. યાત્રાને પહેલા મધ્યપ્રદેશ અથવા રાજસ્થાનમાં પ્રવેશ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com