કાર્યક્રમમાં ચપ્પલ ઉતારવા મુદ્દે કરેલી ટીપ્પણીથી મારે ન છુટકે સેલ્ફ રિસ્પેક્ટ માટે બોલવું પડ્યું : રિવાબા

Spread the love

આજે જામનગરમાં યોજાયેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં રાજકીય સંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી. જામનગર ભાજપની જ ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી રકઝકે માહોલ ગરમાયો હતો. ભાજપના ધારાસભ્ય-સાંસદ અને મેયર વચ્ચે બોલચાલતી શરૂ થયેલી વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ધારાસભ્ય રિવાબા વધારે ગુસ્સામાં આવી સાંસદ તેમજ મેયર પર વર્ષી ગયા હતા. આ ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી શું હતો સમગ્ર મામલો હતો અને કેમ આ પ્રકારનું વર્તન કરવાની જરૂર પડી તે અંગે જણાવ્યું હતું. તો બીજીતરફ મેયરે કહ્યું હતું કે – આ અમારી પાર્ટીનો પારિવારિક મામલો છે હું કઈ બોલવા માંગતી નથી.

ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી સમગ્ર ઘટના વિશે જણાવતા કહ્યું કે, કોર્પોરેશનનો મેરી મીટ્ટી મેરા દેશ અંતગર્ત શહિદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ હાજર હતા. જ્યારે એમ.પી. મેડમ શહિદ સ્મારકને હાર અપર્ણ કરવા ગયા ત્યારે એમને ચપ્પલ પહેરેલા હતા. ત્યારબાદ હું માળા અર્પણ કરવા ગઇ ત્યારે મેં શહિદોની રિસ્પેક્ટ કરીને ચપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ ઘણા આગેવાનોએ ચપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

રિવાબાએ વધુમાં કહ્યું કે, શ્રદ્ધાંજલિ આપીને અમે બધા સાઇડમાં ઉભા હતા, ત્યારે એમ.પી. મેડમે જોરથી કહ્યું કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ નથી ઉતારતા પણ ભાન વગરના લોકો કે જેમને કંઇ ભાન નથી પડતી એવા એક્સટ્રા ઓવર સ્માર્ટ થઇ અને ચપ્પલ ઉતારે છે. આ એમનું સ્ટેટમેન્ટ હતું. એટલે મારે ન છુટકે સેલ્ફ રિસ્પેક્ટ માટે બોલવું પડ્યું. કારણ કે, આવા કાર્યક્રમમાં જ્યાં આપડે શહિદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યાં એમની આવી ટીપ્પણી મને માફક ન આવી એટલે મેં સેલ્ફ રિસ્પેક્ટના ભાગરૂપે એમને કહ્યું કે, બેન તમે મારા વિષે જે ટીપ્પણી કરી છે એ યોગ્ય નથી. મેં પાર્ટી વિરુદ્ધ કોઇ કામ નથી કર્યું, મેં તમને કંઇ નથી કીધું. મેં શહિદોને એકસ્ટ્રા રિસ્પેક્ટ કરીને ચપ્પલ ઉતાર્યા છે. એ કોઇ ખોટી વાત નથી.


મેં એમ.પીને એવું કહ્યું તો એમણે કહ્યું કે, મેં તમને કંઇ નથી કીધું હું બીનાબેનને કહું છું. પણ મેં જ પેલાં ચપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલે મેં એમને કીધું કે તમે જે કોઇ વ્યક્તિને કહેતા હોવ નામજોગ વાત કરો અથવા એમને પ્રશ્નલી કહોં જાહેરમાં આવી ટીપ્પણી ન કરો. એટલે આમાં બીનાબેન જોડે કોઇ વાત નહોતી મારી અને એમ.પી મેડમ વચ્ચેની વાત હતી.

આ દરમિયાન બીનાબેન એમ.પી.ની ફેવર લઇને મારી સાથે વાત કરતાં હતા. બરાબર મોંઢા ઉપર આવીને બોલતા હતા. એટલે સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા મારે એમને કહેવું પડ્યું. કારણ કે આ મેટરમાં એમને કંઇ લેવા દેવા નહોતું છતાં પણ એ વચ્ચે કૂદી પડીને મારી સાથે તોછડાઇથી વાત કરતાં હતા, એટલે મારે એમને ન છુટકે કહેવું પડ્યું. બીનાબેનનો લોકો સાથે વાતચીત કરવાનો જે ટોન છે એ જામનગરની જનતા જાણે જ છે. મારે એમાં કંઇ કહેવાની જરૂર નથી.

મીડિયાએ જ્યારે રિવાબાને સવાલ કર્યો કે, પાર્ટી દ્વારા કોઇ ઠપકો મળ્યો? તો જવાબમાં રિવાબા જાડેજાએ કહ્યું કે, એમાં ઠપકો શેનો? મેં ચપ્પલ કાઢીને શહિદોને શ્રદ્ધાંજલિ આપી એમાં પાર્ટી ઠપકો આપે કે સાબાસી આપે? આપડા વડાપ્રધાન સંસદ ભવનનું ઉદ્ધાટન થતું હોય ત્યારે દંડવંત કરે છે એ કંઇ પ્રોટોકોલ નથી. જ્યારે શ્રદ્ધાંજલિ અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં પણ સામાન્ય નાગરિકને પણ લાગી આવે. આ મેટર કોઇ એટલી બધી મોટી નથી. આ અંગે મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, આ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારિક મામલો છે, એમાં હું કંઇ કમેન્ટ કરવા માંગતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com