ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ, બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપાઈ

Spread the love

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલ અને પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિદેશક પીવી રાઠોડને નવી જવાબદારી સોંપાઈ છે. PSI અને લોકરક્ષક ભરતી માટે બનેલા બોર્ડનો ચાર્જ સોંપાયો છે.

અગાઉ PSI ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી બોર્ડ અલગ હતા હવે એક જ બોર્ડ ભરતી કરશે. પીએસઆઇ અને લોકરક્ષક ભરતી માટે ગૃહ વિભાગે બનાવેલા અલગ ભરતી બોર્ડનો ચાર્જ પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલને સોંપ્યો છે. પોલીસ ભરતી બોર્ડમાં નાયબ પોલીસ મહાનિર્દેશક પીવી રાઠોડને પણ જવાબદારીનો ચાર્જ સોંપાયો છે. આ બંને આઇપીએસ અધિકારીઓ પોલીસ ભરતી બોર્ડમાં નવી નિમણૂંક ન થાય ત્યાં સુધી જવાબદારી સંભાળશે.

પી.વી રાઠોડ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવી રહ્યા છે. જેમને હવે નવી જવાબદારી સોંપાઈ છે. હસમુખ પટેલની છબી સ્વચ્છ અને પ્રામાણિક અધિકારીની છે. ભરતી પરીક્ષાના ઉમેદવારોને હસમુખ પટેલની કામગીરી પર અતૂટ વિશ્વાસ છે. તેથી તેઓને આ જવાબદારી સોંપાઈ છે. પોલીસમાં હવે પીએસઆઇ અને લોકરક્ષક ભરતી એક બોર્ડ દ્વારા કરવામાં આવશે. નવા બનેલા પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી કરવામાં આવશે. અગાઉ પીએસઆઇ ભરતી બોર્ડ અને લોકરક્ષક ભરતી બોર્ડ અલગ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com