જૂનાગઢના પોલીસ કર્મીના રહસ્યમય મોતના મામલામાં પોરબંદર DySP દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલાની તપાસનુ સુપરવિઝન પોરબંદર SPને સોંપવામાં આવ્યુ છે. DySP કક્ષાના અધિકારી સામે તપાસ હોય અને તેમની જ સમકક્ષ કક્ષાના DySP તપાસ સંભાળી રહ્યા છે, જેને લઈ હાઈકોર્ટે જૂનગઢ રેન્જ આઈજીને લઈ ટકોર કરી છે. ગુજરાત હાઈકોર્ટમાં મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પહોંચ્યા હતા અને જેને લઈ હાઈકોર્ટે તપાસને લઈ સવાલ ઉઠાવ્યા હતા.
જૂનાગઢ રેન્જ આઈજીને આ અંગેની જાણકારી છે કે કેમ તેવો પણ સવાલ કર્યો હતો. પોરબંદર SP ને તપાસનુ સુપરવિઝન સોંપવામાં આવ્યુ છે. હવે આ ઘટનાની તપાસ પર સીધી દેખરેખ પોરબંદર SP રાખશે. હાલમાં તપાસ પોરબંદર DySP નિલમ ગોસ્વામી કરી રહ્યા છે. તેઓએ આ મામલામાં તપાસ કાર્યવાહી તેજ બનાવી હતી, પરંતુ સમકક્ષ અધિકારીની તપાસ સોંપવાને લઈ જૂનાગઢ રેન્જ IG સામે સવાલ સર્જાયા હતા. આમ હવે નિષ્પક્ષ તપાસને લઈ SP કક્ષાએ સુપરવિઝન સોંપવામાં આવ્યુ છે.