આણંદ કલેક્ટરની કામલીલા કેસમાં એક બાદ એક ખુલાસા

Spread the love

આણંદ કલેક્ટરની કામલીલા કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવા મામલે ત્રણ અધિકારીની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે. જેમાં આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે ડી.એસ.ગઢવીને સતત બ્લેકમેઇલ કરતા હોવાનું સામે આવ્યું છે. જે.ડી પટેલ નાયબ મામલતદાર તરીકે છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવતા હતા. કલેક્ટર કચેરીમાં ADM કેતકી વ્યાસ નાયબ મામલતદાર જે.ડી પટેલ (જયેશ પટેલ)ની મિલીભગતથી બિન ખેતીની ફાઇલોમાં વ્યવહાર અંગે અરજદાર પાસે રૂપિયા વસૂલતા હતા. તેની જાણ કલેક્ટર ડી.એસ ગઢવીને થતા આરોપીઓએ કલેક્ટરને બ્લકમેલ કરવા માટે કારસો રચ્યો હતો.
નાયબ મામલતદાર જે.ડી પટેલ કલેક્ટર દિલીપ ગઢવી (ડી.એસ ગઢવી)ની ખૂબ જ નજીક હતા અને તેથી તેઓ જાણતા હતા કે કલેક્ટર રંગીન મિજાજના છે. એટલે તેનો ફાયદો ઉઠાવી કેતકી વ્યાસ અને જે.ડી પટેલે સમગ્ર કારસો રચ્યો હતો. જે.ડી પટેલે તેના મિત્ર હરેશ ચાવડાની મદદથી ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવવામાં આવ્યા હતા. જે બાદ આ કેમેરાના કોઈને ખબર ન પડે તેવી રીતે કલેક્ટરની ચેમ્બરમાં ગોઠવવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ જાન્યુઆરી મહિનામાં વીડિયોનું રેકોર્ડિંગ કર્યું હતું.


જે બાદ આરોપીઓ કલેક્ટર ડી.એસ. ગઢવીને બ્લેકમેલ કરી આર્થિક લાભ મેળવતા હતા. કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ કામ કઢાવવા દબાણ કરતા હતા. કલેક્ટર કચેરીમાં કેતકી વ્યાસ અને જે.ડી.પટેલની મિલીભગત ચાલતી હતી. વીડિયો ઉતારી કલેકટરને ફાઈલો ઉપર સહી કરવા બ્લેકમેલ કરતા હતા. વિવાદિત ફાઈલો ક્લિયર ન કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાડવા મામલે ગુજરાત ATS ફરિયાદી બન્યું છે. ATSના PI જે.પી.રોજીયાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પૂછપરછમાં કારસ્તાન સામે આવતા ત્રણેય સામે ખંડણી, કાવતરુ અને IT એક્ટ હેઠળ ગુના નોંધાયા છે. આ કેસની તપાસ જિલ્લા પોલીસ વડાએ આણંદ LCBને સોંપી છે. સમગ્ર મામલની તપાસ આણંદ LCB પી.આઈ. કિરણ ચૌધરી કરશે. હાલ ત્રણેય ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ, હરેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે.
2008ની બેચના IAS અધિકારી ડી.એસ.ગઢવી ઓફિસ સમય દરમિયાન ઓફિસમાં મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. જેની વીડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. જે બાદ તેઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. તો સમગ્ર મામલાની તપાસ માટે મહિલા અધિકારીઓની ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યા હતા. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો. જે બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ અપાયા હતા. કલેક્ટર ઓફિસના અધિકારી મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. જે બાદ પોલીસે કેતકી વ્યાસ, જે ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com