કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની લદ્દાખ મુલાકાત પર ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે રવિવારે નિશાન સાધ્યું છે. પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી જ્યાં પણ જાય છે ત્યાં ભારતને બદનામ કરવાનું ચૂકતા નથી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ આજે લદ્દાખ ગયા છે, પરંતુ જ્યારે તિબેટથી આવવા પર તેમના નાનાએ દલાઈ લામાને ભગાડી મૂક્યા હતા.
રવિશંકર પ્રસાદે કહ્યું, રાહુલ ગાંધી લદ્દાખ ગયા છે, તમે ખૂબ ફરો, બાઈક ફેરવો પરંતુ તમારી શું હિંમત કે તમે જ્યાં જાવ ત્યાં ભારતને કેવી રીતે બદનામ કરી શકો. તમે હોમવર્ક કરતા નથી, તમને કંઈ ખબર નથી. રાહુલ ગાંધી ફાઉન્ડેશનમાં પૈસા ક્યાંથી આવ્યા, હું કહેવાનું શરૂ કરું? ચીન તમે ગયા હતા માતાજીની સાથે હું કહેવાનું શરું કરું શું? રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે આજે તેઓ લદ્દાખની વાત કરી રહ્યા છે, યાદ કરો કે જ્યારે તેઓ તિબેટથી આવ્યા ત્યારે તેમના નાનાએ દલાઈ લામાને કેવી રીતે ભગાડ્યા હતા. “આ રાહુલ ગાંધીના પરિવારનો ભૂતકાળ છે. તેમની સરકારની સત્તાવાર લાઇન લદ્દાખથી અરુણાચલ સુધી રસ્તો બનાવવાની નથી કારણ કે ચીન ચિડાઈ જશે. આજે પીએમ મોદીએ એ રસ્તે મોટા મોટા હાઈવે બનાવ્યા છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર લદ્દાખના ઇન્ફ્રા, વીજળી માટે રોજ કામ કરી રહી છે અને આજે કાશ્મીરના લાલ ચોકમાં 38 લાખ લોકોએ ધ્વજ ફરકાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી હાલમાં લદ્દાખના પ્રવાસે છે. અહીંના પ્રવાસ દરમિયાન આજે રાહુલે કહ્યું હતું કે અહીં બધા કહી રહ્યા છે કે ચીની સેનાએ પ્રવેશ કર્યો છે. વડાપ્રધાન મોદીનું કહેવું છે કે અહીં કોઈ આવ્યું નથી. ભારત જોડો આ મુલાકાત દરમિયાન લદાખ આવવા માંગતો હતો, પરંતુ કેટલાક કારણોસર આવી શક્યો નહીં. અહીંના લોકો લદ્દાખને મળેલા દરજ્જાથી ખુશ નથી. તેઓ કહી રહ્યા છે કે લોકોનું કહ્યું માનવું જોઈએ. રાજ્ય અમલદારશાહી દ્વારા ચલાવવું જોઈએ નહીં.