ભાજપે ત્રણેય મહિલા આગેવાનોને ચુપ કરી દીધા

Spread the love

ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદો હવે લોકસભાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં 26માંથી 26 બેઠકો જીતવાના લક્ષ્યાંકો સાથે તૈયારીઓ કરી રહી છે પણ અંદરોઅંદરના વિખવાદ અને પત્રિકાયુદ્ધને કારણે ભાજપનું ફોક્સ પલટાઈ ગયું હતું. સંગઠનમાં 2 મહામંત્રીઓના રાજીનામા બાદ જામનગર સળગતાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો હતો.

હવે ભાજપ હાઈકમાન્ડે ફટકાર લગાવી છે અને ત્રણેય મહિલા ત્રિપૂટીને ચૂપ રહેવાનો આદેશ કરાયો છે. જામનગર મેયરે તો ખૂલીને કહ્યું છે કે ઘરનો ઝઘડો છે અને ઘરમેળે સમાધાન કરી લેવાયું છે. ભાજપ હાઈકમાન્ડે ફટકાર લગાવી છે પણ હવે જામનગરમાં લોકસભાના સમીકરણો બદલાયા છે. ભાજપે ફટકાર લગાવતાં મહિલા ત્રિપૂટી ચૂપ તો રહી છે પણ એની અસર લોકસભામાં દેખાયા વિના રહેશે નહીં.

ગુજરાતના જામનગરને ભાજપનો ગઢ કહેવાય છે. અહીં 2 ટર્મથી સાંસદ પૂનમ માડમ છે. જેઓનો અહીં દબદબો છે. જામનગરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને ટિકિટ અપાતાં તેઓ અહીં 50 હજાર મતે વિજેતા બન્યા છે. હવે જામનગરથી ભાજપના કદાવર નેતા હકૂભા જાડેજાનું કાયમી માટે પત્તુ કપાય તો નવાઈ નહીં.

અહીં ક્ષત્રિય સમીકરણોને ધ્યાને રાખીને દિલ્હીથી ડાયરેક્ટ ટિકિટ અપાઈ છે. જામનગરમાં શહેરી વિસ્તારમાં થોડા દિવસ પહેલાં શહીદોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચંપલ પહેરવા મામલે મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચેની તુ તુ મેં મેં માં સંસદ પૂનમ માડમ પણ આવતાં ત્રણેય વચ્ચે બોલાચાલીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ભાજપ પાર્ટીની શિસ્તના જાહેરમાં ભવાડા થતાં આ મામલો દિલ્હી સુધી પહોંચ્યો હતો. આ પ્રકરણમાં ભાજપની જ બદનામી થતી હોવાથી ભાજપ હાઈકમાન્ડે આજે ત્રણેય મહિલા ત્રિપૂટીને ગાંધીનગરમાં બોલાવી હતી.

ગાંધીનગરથી ભાજપે ફટકાર લગાવીને બોલ્યા બોલ્યા ફોકની જેમ ત્રણેયને ચૂપકીદી સાધી લેવા આદેશ કરાયા છે.  જામનગરમાં ત્રણ મહિલા આગેવાનો વચ્ચે બનેલા અણ બનાવવાની ઘટનામાં હાઈ કમાન્ડની દરમિયાનગીરીથી આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યું છે. ગત શનિવારે સાંજે ત્રણેય આગેવાનોને પાર્ટી હાઈ કમાન્ડમાંથી ફોન આવ્યા હતા અને હવે પછી મૌન રહેવા જ સૂચના અપાઈ હતી. ભાજપ આટલેથી પણ અટકી નહોતી, જામનગરના સાંસદ પૂનમબેન મેડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારીને સોમવારે ગાંધીનગરથી પાર્ટી હાઈ કમાન્ડનું તેડું આવ્યું હતું.

જે ત્રણેય આગેવાનોને ગાંધીનગર બોલાવીને સમજાવી દીધા હોવાની વાત બહાર આવી છે. જામનગરમાં ચાલી રહેલી સતત બયાનબાજીથી ઊભી થઈ રહેલી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પાર્ટી હાઈ કમાન્ડે પગલા લીધા હોવાનું કહેવાય છે. રિવાબા જાડેજાએ તો એક દીવસ બોલીને ચૂપકીદી સાધી લીધી હતી પણ આ મામલે બીજા દિવસે પણ વિવાદ વધ્યો હતો. આખરે તકરાર સમાજો સુધી પહોંચે એ પહેલાં ભાજપ એક્ટિવ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com