ગાંધીનગરમાં ઘણા એવા વ્યક્તિઓ છે કે ભગવાન હોય. કે અલ્લાહ પણ તેમની આસ્થા આજે પણ જાેડાયેલી છે ત્યારે ગુજરાતના પાટનગરમાં આવેલા સચિવાલય પાસેના મીનાબજારમાં વર્ષોથી નોનવેજ લોજના વેપારીને ત્યાં હંમેશા ભીડ હોય છે. રાત્રે જાણે મેળો જામ્યો હોય તેમ લોકો અહીંયા નોનવેજના શોખીનો જમવા આવે છે ત્યારે નોનવેજનો ધંધો કરતાં આ વેપારીની ખાસીયત પણ એ છે કે હરહંમેશ હિંદુ તહેવારો શ્રાવણ માસ, શિવરાત્રી, નવરાત્રી જેવા તહેવારોમાં આ નોનવેજની દુકાનના શટર પાડી દે છે પછી ભલે ગ્રાહકો ઓછા થાય કે ધંધો પડી ભાંગે તેનો ક્યારેય ટેન્શન લીધું નથી પણ શટર પાડ્યા બાદ પણ ગ્રાહકોનો જ્યારે દુકાન ખૂલે ત્યારે જમાવડો હરહંમએશ યથાવત રહે છે. ત્યારે હિંદુ મુસલમાનના કોઈપણ તહેવારમાં સેવાભાવી રોશન તૈલી પહેલા હરહંમેશ આંગળી ઉંચી રાખતો હોય છે. ભૂખ્યાને ભોજન પણ રોજબરોજ કરાવતા આ રોશન તૈલી અલ્લાહને માને છે તેમાં હિંદુઓના તહેવારોને પણ ધામધૂમથી ઉજવીને પોતાનો ધંધો હિંદુત્વના પવિત્ર તહેવારોમાં હરહંમેશ બંધ રાખે છે. સ્વભાવના હસમુખા અને હરહંમેશ હસ્તો ચહેરો જાેવા મળતો હોય છે. તેમને જાેઈને દિવસ બગડેલા કોઈને સુધરી જાય ત્યારે વર્ષોથી ધંધો કરવા છતાં ગ્રાહકોની ભીડ હોવા છતાં જે નિયમો બનાવેલા છે તેને આજે પણ અકબંધ જાળવીને નિયમો પ્રમાણે ચાલે છે.