રાજકોટમાં LRDમાં બોગસ કોલ લેટરના આધારે ભરતીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસમાં LRD તરીકે બોગસ કોલ લેટરના આધારે ભરતી થવાનું કૌભાંડ ઝડપાયું છે. LRD ભરતીમાં બનાવટી નિમણૂંક પત્રના આધારે ઘુસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપી પ્રદિપ મકવાણા નામનો યુવક બોગસ કોલ લેટર લઇને ગયો હતો, પરંતુ કોલ લેટર શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે પ્રદિપ મકવાણાની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં સામે આવ્યું છે કે .પ્રદીપ મકવાણા નામનો યુવક શારીરિક કસોટીમાં ફેલ થયો હતો. પ્રદિપ મકવાણાના માસા ભાવેશ ચાવડાએ 4 લાખમાં સેટિંગ કરાવી આપવાની લાલચ આપી હતી. એટલું જ નહીં ભાવેશ ચાવડાએ સેટિંગના નામે 4 લાખ પડાવ્યાં હતા અને 2021 LRD ભરતીનો બોગસ કોલ લેટર પ્રદિપને આપ્યો હતો. LRDમાં ભરતી કરાવવાના નામે બોગસ કોલ લેટર આપ્યો હતો. હાલ તો પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી આગળની પૂછપરછ હાથ ધરી છે.