વાત જાણે એમ છેકે, પ્રધાનમંત્રી મોદી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર હતા તે સમયે તેમને અનેક લોકો મળતા હતા. એવામાં એક પૂજારી પણ તેમને મળ્યાં. પ્રધાનમંત્રી મોદી દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ પહોંચ્યા હતાં. જ્યાં તેમને મળી ગયા તેમના જ વતન વડનગરના એક પૂજારી. MS યુનિ.માં સંસ્કૃતનો અભ્યાસ કરનારા ગુરુજી અને મૂળ વડનગરના વતની એવા પૂજારીએ દ.આફ્રિકાના જોનિસબર્ગમાં પ્રધાનમંત્રી મોદીનું મંત્રોચ્ચારથી સ્વાગત કર્યું….આ પૂજારીએ પ્રધાનમંત્રીને મળીને કહ્યું સાહેબ તમે પણ વડનગરના છો અને હું પણ વડનગરનો છું…આ સાંભળતાની સાથે જ પીએમ મોદીના ચહેરા પર એક સ્મિત આવી ગયું અને તેમણે પણ પૂછ્યું કે, તમે અહીં ક્યાંથી,,,, તમે વડનગર મુકીને અહીં દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગમાં શું કરો છો?
વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાંથી સંસ્કૃતનો અભ્યાસ કરનારા ગુરૂજી ગોપાલભાઈ મંત્રોચ્ચાર કરીને તેમનું સ્વાગત કર્યું હતું. દક્ષિણ આફ્રિકાની ધરતી નરેન્દ્ર મોદીએ ગોપાલભાઈને આપ તમામ દક્ષિણ આફ્રિકામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરો છો, તે ઘણું સારૂ કહેવાય તેમ જણાવ્યું હતું. સાઉથ આફ્રિકાના મંદિરમાં ગોપાલભાઈ સેવા આપતા પુજારી વ્યાસે જણાવ્યું હતું કે,મારો જન્મ સાલ 1980માં વડનગરમાં થયો હતો. મારા જન્મના ૩ વર્ષ બાદ મારા પિતાજી વડોદરા ખાતે સારાભાઈ કેમીકલમાં નોકરી કરતા હતા. જ્યારે મે એમ.એસ. યુનિવર્સીટીમાંથી કર્મકાંડ ઈત્યાદીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે છેલ્લા 15 વર્ષથી હું દક્ષિણ આફ્રિકાના ઈસ્ટર્ન સીટીમાં હિંદુ સોસાયટીમાં મુખ્ય પુજારી તરીકે સેવા આપી રહ્યો છું. જ્યારે જ્હોનીસબર્ગની અંદર અમે વડાપ્રધાન નરેન્દ્રમોદીનું સ્વાગત કરવા માટે ગયા હતા. દક્ષિણ આફ્રિકાના સમસ્ત ભુદેવ સમાજને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે મે મંત્રોચ્ચાર સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
પૂજારીએ કહ્યું મેં આ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે અંગત ચર્ચા પણ કરી હતી. જેમાં મેં તેમને જણાવ્યું હતું કે, તમે પણ વડનગરના છો અને હું પણ વડનગરનો જ છું. વડનગરમાં જ મારો જન્મ થયો હતો. આ સાંભળીને મોદીજીએ ગોપાલભાઈ વ્યાસને તમે અહીંયા શું કરો છો તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો. ગોપાલભાઈએ મંદિરના પૂજારી તરીકે સેવા આપતા હોવાનું જણાવ્યું હતું. પીએમ મોદીના નેતૃત્વમાં ચંદ્રયાન સહિત અને અનેકવિધ આયામો સર કરીને ભારત વિશ્વ ગુરુ બને તેવા પૂજારીએ આશીર્વાદ આપ્યાં.