“મિતુલ તારા નામ છે હજાર….. ક્યા નામે જપવી કંકોતરી”…..

Spread the love

મિતુલ ત્રિવેદી મહાઠગ કે ISROનો કર્મચારી?… હવે તો કયા નામે જપવી કંકોતરી, ક્યારેક ઈતિહાસકાર, ક્યારેક વૈદિકશાસ્ત્રી તો ક્યારેક ઈસરો અને નાસાના કર્મચારી હોવાના ગુણગાન કરતા મિતુલ ત્રિવેદીને પોલીસ કમિશ્નરનું તેડું મળ્યું છે. આખા ગુજરાતને ચંદ્રયાનની ડિઝાઈન તૈયાર કરી હોવાનું જણાવી ગુજરાત ભરમાં છવાઈ જનાર મિતુલ ત્રિવેદી મામલે હવે સવાલો ઉભા થયા છે. ઈસરો તો આ નામનો કોઈ કર્મચારી હોવાનો સાફ ઈનકાર કરી રહ્યું છે ત્યારે મિતુલ ત્રિવેદીએ પુરાવા સાથે હાજર રહેવાના દાવાઓ કર્યા છે. ક્યારેક વૈદિક ગણિતના જાણકાર અને નાસાના 3 વિભાગના હેડ હોવાના દાવાઓ કરનાર મિતુલ ત્રિવેદી મામલે આજે ગુજરાતભરમાં ચર્ચા છે. સુરતમાં અઠવાલાઈન્સની એક્સપરિમેન્ટલ શાળામાં પ્રાથમિક અભ્યાસ કરનાર અને નવયુગ કોમર્સ કોલેજમાંથી બીકોમની ડિગ્રી બાદ સીએ બનનાર મિતુલ ત્રિવેદી મામલે આજે દરેક વ્યક્તિ જાણવા માગે છે. મિતુલ ત્રિવેદીએ આ પહેલાં પણ દાવો કર્યો હતો કે તેમની પાસે સાયન્સ ફેકલ્ટીની કોઈપણ ઉચ્ચ ડીગ્રી ન હોવા છતામ માત્ર વૈદિક ગણિતના ઊંડા અભ્યાસ અને પારંગતાને કારણે અમેરિકાની સંશોધન સંસ્થા નાસાએ તેમને સંશોધન માટે આમંત્રિત કર્યા હતા અને તેમને વૈદિક ગણિતને લગતા સંશોધનના ત્રણ વિભાગના હેડ બનાવ્યા હતા. આ બાબતના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા છે. એક સમયે ઈતિહાસકાર હોવાના નાતે મિતુલ ત્રિવેદીએ સુરતના ભોયરાઓ પર પણ રિસર્ચ કર્યું હતું. એમને દાવો કર્યો હતો કે સુરતમાં અંડરગ્રાઉન્ડ કનેક્ટેડ રસ્તાઓ હતા. મિતુલ ત્રિવેદી છેલ્લા 10 વર્ષથી આ ભૂતકાળ પર રિસર્ચ કરી રહ્યાં હતા. આ મામલાઓ હવે વિવાદમાં આવી રહ્યાં છે. સુરતમાં એલપી સવાણી રોડ સ્થિતિ સ્વાતિ સોસાયટીમાં રહેતા મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન 3ની ડિઝાઈન બનાવી હોવાનો દાવો કર્યો હતો. એ એવો પણ દાવો કરે છે કે વર્ષ 2011થી ઈસરો અને 2013થી નાસા સાથે કામ કરે છે. આ મામલે પોલીસ પણ સક્રિય થઈ છે અને પોલીસે તેડું મોકલીને આ અંગેના પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું છે. અગાઉ આ મામલે પ્રસિદ્ધ થયેલા અહેવાલો જણાવે છે કે મિતુલ ત્રિવેદી તો 45 જેટલી લુપ્ત થયેલી પ્રાચીન ભાષાઓ અને 9 લિપીના જાણકાર છે. તેમજ ઈસરો, નાસા , મંગળયાન ઓક્સફોર્ડ યુનિ અને જર્મનીની યુરેસિયા યુનિમાં વિવિધ ક્ષેત્રે કામ કરી ચૂક્યા છે. અમે મિતુલ ત્રિવેદી મામલે પ્રસિદ્ધ થયેલા અહેવાલો પર આ વિગતો જણાવી રહ્યાં છે. તેઓ કરી રહયા છે એ દાવાઓ ખોટા છે એવું અમે કહી રહ્યાં નથી પણ સાચા છે એવું સાબિત કરવા માટે મિતુલ ત્રિવેદી પાસે પુરાવાઓ પણ નથી. હવે આગામી સમય જ બતાવશે કે મિતુલ ત્રિવેદી પોતાના દાવાઓ અંગે કેટલા પૂરાવાઓ રજૂ કરી શકે છે પણ હાલમાં એમના નામે માછલા ધોવાઈ રહ્યાં છે કારણ કે તેમની પાસે આ બાબતે હાલમાં કોઈ જવાબ નથી. તેઓ પોતાનો બચાવ કરી રહ્યાં છે પણ ગુજરાત ભરમાં ફેમસ થવા માટે મિતુલ ત્રિવેદીએ અપનાવેલા આ આઈડિયાની સતત ચર્ચા છે. આમ એક જ વ્યક્તિ ક્યારેક વૈદિક શાસ્ત્રોનો જાણકાર તો ક્યારેક ઈસરો કે નાસાનો કર્મચારી કે ક્યારેક ઈતિહાસકાર બનીને ફેમસ થઈ જાય છે. ગુજરાતમાં હવે સવાલો ઉઠી રહ્યાં છે મિતુલ ત્રિવેદી એ બીજો મહાઠગ છે કે ખરેખર એમના દાવાઓ સાચા છે એ તો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com