કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંગળવારે ઈલિક્વિડ સ્ટોક ઓપ્શન્સ સેગમેન્ટમાં નોન જેન્યુઅલ ટ્રેડ્સમાં સામેલ થવા માટે 9 જેટલી જુદી જુદી સંસ્થા પર કુલ 45 લાખ રુપિયાનો દંડ લગાડ્યો છે. PTI ના અહેવાલ મુજબ 9 અલગ અલગ આદેશમાં રેગ્યુલેટરે વિવેક કંપની, સાઉન્ડ લાઈટ પ્રોજેક્ટ્સ, એસઆર રિયલબિલ્ડ, સૃજન ડીલર્સ, મનોમય ડીલમાર્ક, Zodiac Vanijya, VKJ Trexim, Hans Homes અને Guruteg Bahadur Rice Mill આ પ્રત્યેક કંપનીઓને પર 5-5 લાખનો દંડ કર્યો છે.
સેબી દ્વારા બીએસઈ પર ઈલિક્વિડ સ્ટોક ઓપ્શન્સ સેગમેન્ટમાં મોટા પ્રમાણે રિવર્સલ ટ્રેડ્સને જોયા બાદ આ આદેશ આપ્યો છે. જેનાથી એક્સચેન્જ પર આર્ટિફિશિયલ વોલ્યુમ વધી ગયું છે.
જે બાદ સેબીએ એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2015 સુધી આ સેગમેન્ટમાં સામેલ કેટલીક સંસ્થાઓની ટ્રેડિંગ એક્ટિવિટીની તપાસ કરી. મંગળવારે જે સંસ્થાઓ પર દંડ લગાડવામાં આવ્યો તે સંસ્થાઓ આ પૈકીની હતી, જે રિવર્સલ ટ્રેડ્સના એક્ઝેક્યુશનમાં સામેલ હતી.
રેગ્યુલેટરે કહ્યું કે રિવર્સલ ટ્રેડ્સને નોન જેન્યુઇન ગણવામાં આવે છે. કેમ કે તેને ટ્રેડિંગના સામાન્ય રીતે જ એક્ઝેક્યુટ કરવામાં આવે છે, જેનાથી આર્ટિફિશિયલ વોલ્યુમ જનરેટ કરવાના મામલે ટ્રેડિંગનું ખોટું અને ભ્રામક સ્વરુપ સામે આવે છે. આ કૃત્યોમાં સામેલ થઈને સંસ્થાઓએ PFUTP (Prohibition of Fraudulent and Unfair Trade Practices) નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
સોમવારે એક અલગ આદેશમાં રેગ્યુલેટરે 10 વ્યક્તિઓ વિરુદ્ધ કારણ દર્શાવો નોટિસની પ્રક્રિયા બંધ કરી હતી. કેમ કે ટાઈટન કંપની લિમિટેડમાં ઈનસાઈડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘન મામલે આરોપ સ્થાપિત થઈ શક્યા નહોતા.