હાઇટેક જમાનામાં ઇન્ટરનેટ એ સમયની તાતી જરૂરિયાત છે. ત્યારે આ માધ્યમના અનેક ફાયદાઓ છે તો કેટલાંક નુકસાન પણ છે. પ્રવર્તમાન સમયમાં મનુષ્ય દરેક નાની-મોટી વાતોમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે જેટલી સગવડ વધારે એટલાં નુકસાનની પણ સંભાવના વધારે હોય છે. આજના ઇન્ટરનેટ યુગમાં લોકો છાશવારે સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. કોઈ મોબાઈલ એપ્લિકેશનથી છેતરપિંડીનો ભોગ બને છે, તો કોઈ ફિશિંગ વેબસાઇટનો શિકાર બને છે. આ ફિશિંગ એટેક શુ છે? કઈ રીતે લોકો એનો ભોગ બને છે? કઈ રીતે બચી શકાય? ફિશિંગ એટેકથી બચવા માટે શું કરવું જાેઈએ અને શું નહીં? આ સહિતના દરેક મુદ્દે જાગૃત્તિ આવે એ ઉદ્દેશથી દિવ્ય ભાસ્કરે સાયબર એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.ફિશિંગ ટેક્નિક એવી હોય છે જેની મદદથી ઓરિજિનલ વેબસાઈટ પરથી ડેટા ચોરી કરીને આબેહૂબ અન્ય ફ્રોડ ફિશિંગ વેબસાઈટ બનાવી લોકોને છેતરવામાં આવતા હોય છે. આ વેબસાઈટ તમને ઓરિજિનલ વેબસાઈટ જેવી જ લાગતી હોય છે, જેથી લોકો છેતરાતા હોય છે. ફિશિંગ એટેક એવા પ્રકારનો એટેક છે, જેમાં ઓરિજિનલ વેબસાઈટમાં એના ેંઇન્ બદલીને નવું ડોમેન રજિસ્ટર કરીને કે સબ ડોમેન લઈને લિંક પ્રસારિત કરે છે. આ સાયબર ઠગો કોઈ ખાસ હોસ્ટિંગ સાઇટ પર અપલોડ નથી કરતા, પરંતુ તેઓ ચાઇના બેઝ સર્વર પર ડેટા અપલોડ કરતા હોય છે. વેબસાઈટ અપલોડ કરી એને ડેટાબેઝ લિંકના માધ્યમથી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરે છે.ફિશિંગ એટેક અંગે વધુ માહિતી આપતાં સાયબર એક્સપર્ટ મયૂર ભુસાવલકરે જણાવ્યું હતું કે હાલમાં ખાનગી કંપનીના નામે વસ્તુને મફતમાં આપવાના નામે સ્કેમ ચાલી રહ્યો છે. કોઈપણ લિંક આવે તો એની તપાસ કર્યા વગર ક્લિક ન કરવું જાેઈએ અને લિંક પર ક્લિક થઈ જાય તો એ મોબાઈલના ડેટા ચોરી લે છે તો આ કિસ્સામાં મોબાઈલને ફેક્ટરી રિસેટ મારવો પડે છે. હાલમાં ખાનગી કંપનીના નામથી ફિશિંગ, સ્પાયવેર અને માર્વેલના પ્રકારનો ઘાતક એટેક કરવામાં આવી રહ્યો છે. આવી કોઈપણ લિંક આપણી પાસે આવે તો એની તપાસ કર્યા વગર અન્ય કોઈપણ વ્યક્તિને શેર ન કરવી જાેઈએ.ફિશિંગ વેબસાઈટમાં છેલ્લાં બે વર્ષમાં ૨૫૫ ટકાનો વધારો જાેવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં પણ સતત વધારો જાેવા મળી રહ્યો છે. હાલમાં પ્રતિદિન ફિશિંગ વેબસાઈટમાં રોજની ૧૦ હજારથી પણ વધુ ડુપ્લિકેટ ફિશિંગ વેબસાઈટ ઉમેરાય છે. લાખો ફિશિંગ ડોમેઇન્સને સાયબર સ્પેસમાંથી હટાવવામાં આવે છે, પરંતુ એ રોજેરોજ વધી રહી છે, કારણ કે એ નવા ડોમેન નામ સાથે પોતાની વેબસાઈટો બનાવતા હોય છે. ઓર્ગેનાઇઝેશનને વેબસાઈટ ઓનર દ્વારા પોતાની સાયબર આર્મી બનાવવાની જરૂર છે. તમામ વેબસાઈટ ઓનરો દ્વારા ડુપ્લિકેટ વેબસાઈટ રન થતી હોય એ બાબતે પણ ચોકસાઈ વર્તવી જાેઈએ.વડોદરાના પાદરાના યુવકે જણાવ્યું હતું કે ખાનગી વેબસાઈટ પરથી એક કુરિયરમાં બુક મગાવી હતી. તેના કુરિયર આવવાના દિવસે કોલ આવે છે કે તમારા કુરિયરનું એડ્રેસ ખોટું છે. એ યોગ્ય કરાવવા માટે રૂપિયા ૫ મોકલવાનું કહેવામાં આવે છે. આ કિસ્સામાં યુવક ૫૫૦ના કુરિયર મેળવવામાં ૫ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી દે છે. ત્યારે તે ફિશિંગ વેબસાઈટનો શિકાર બન્યો હોય છે. બે કલાક બાદ કુરિયર તો મળે છેસ પરંતુ બે દિવસ બાદ તેના બેંક ખાતામાંથી ૧૭ હજારથી વધુ રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવે છે. બાદમાં એ ગભરાઈ જાય છે અને બેંક એકાઉન્ટ બ્લોક કરાવે છે, સાથે સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર કોલ કરી જાણ કરે છે.થોડાક મહિના અગાઉ વડોદરા શહેરમાં એક બેંક-મેનેજર પણ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હતા. બેંક- મેનેજરે દીકરીના સ્મ્મ્જીમાં એડમિશન માટે ૩૦.૭૦ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. સાયબર ત્રિપુટીએ ફરિયાદીને ફિશિંગ વેબસાઇટની માયાજાળમાં ફસાવી શિકાર બનાવ્યા હતા.અમદાવાદના આંબાવાડીમાં એક વ્યક્તિએ ટોપ લોન” નામની મોબાઇલ એપ્લિકેશનમાંથી ૩,૦૦૦ની લોન લીધી હતી. ત્યાર બાદ તે ૩૦૦૦ની લોન ભરવા માટે તેણે જુદી જુદી એપ્લિકેશનમાંથી જુદી જુદી લોન લીધી હતી. ત્યાર બાદ આ મોબાઇલ એપ્લિકેશનના માલિકોએ તે વ્યક્તિને અપશબ્દો બોલીને લીધેલી લોનની રકમ પરત કરી દેવા જણાવ્યું હતું. ફરિયાદી દ્વારા લોન લેતા સમયે વેરિફિકેશન સમયે જે સેલ્ફી પાડી ફોટો મોકલેલટ્ઠ હતો જી ફોટામાંથી ફરિયાદીનું મોઢું ક્રોપ કરી તેનું મોઢું ન્યંડ ફોટામાં મૂકી બીભત્સ મોર્ફ કરેલા ફોટા તે વ્યક્તિના સગાં-વહાલાંના વ્હોટ્સએપ નંબરમાં વાઇરલ કરી તેમની સમાજમાં બદનામી થાય એવું કૃત્ય કર્યું હતું.રાજકોટ શહેરના રૈયા રોડ પર રહેતા અરજદાર જિજ્ઞેશ કાંતિભાઈ ચાવડાએ ઉજ્જૈન જવા માટે ત્યાંની હોટલના નંબર ગૂગલમાં સર્ચ કર્યા હતા. બાદમાં આ નંબર પર ફોન કરી હોટલ બુક કરાવી હતી. હોટલ બુકિંગ માટે અરજદારે કુલ રૂ.૩૧,૪૮૪ તેને આપેલ કોડ મારફત ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં અરજદાર પાસે વધારે રકમની માગણી કરવામાં આવતાં સાયબર ફ્રોડ અંગે જાણ થતાં અરજદારે ફરિયાદ કરી હતી.
રાજકોટ શહેરના ઉદ્યોગનગર કોલોની ખાતે રહેતા અરજદાર અબ્દુલભાઇ કાદરભાઇ કટારિયા ખીલી બનાવવાના મશીનના પાર્ટ ખરીદી કરવા એક અજાણ્યા શખસના સંપર્કમાં આવ્યો હતો. તેણે અરજદારને ખરીદી માટે એડવાન્સ પેમેન્ટ આપવા જણાવ્યું અને અરજદાર પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. અરજદારે તેને પોતાના એક્સિસ બેન્ક એકાઉન્ટ સાથે એટેચ કરેલું અને ત્યાર બાદ પેમેન્ટ આપવા માટે તેમણે જણાવ્યા મુજબ અરજદારે પ્રોસેસ કરી હતી. બાદમાં અરજદાર સાથે કુલ રૂ.૭૯,૯૫૯ ફ્રોડ થયેલું જણાતાં ૧૯૩૦ પર કોલ કરી પોતાની ઓનલાઈન અરજી નોંધાવી હતી.