શિવાનંદ આશ્રમમાં યોજાયેલી બેઠકમાં આખરે સાળંગપુરના ભીંતચિત્રો વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. આવતીકાલે સવારે સૂર્યોદય પહેલાં તમામ ભીંતચિત્રો હટાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે છતાં હજુ સનાતનના સાધુ-સંતોનો વિરોધ યથાવત્ છે.
આ મામલે સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતીએ આ બેઠક ગ્રાહ્ય ન હોવાનું જણાવી કહ્યું છે કે, ‘જે લોકો લડી રહ્યા છે.
તેમને આ બેઠકમાં આમંત્રણ આપાવમાં આવ્યું નહોતું. તેથી અમને આ નિર્ણય ગ્રાહ્ય નથી. આવતીકાલે સુરેન્દ્રનગરના લીંબડીમાં સમગ્ર ભારતમાંથી અંદાજે 2000 જેટલા સંતો-વડીલો સાથે મહાસંમેલન યોજાવવાનું છે. તેમાં 12 અખાડાના પ્રમુખ સંતો-વડીલો, સનાતન સંપ્રદાયની સંસ્થાના પ્રમુખો, ટ્રસ્ટના પ્રમુખો, ભારતભરમાંથી સંતો-મહંતો પધારવાના છે.’
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘આ લોકોએ પડદા પાઠળ રહીને એમની રીતે નિર્ણય લીધો છે. જે લડત આપે છે તેમને તો ખ્યાલ નથી કે શું થઈ રહ્યું છે. એકમાત્ર ચૈતન્ય શંભુ મહારાજને બોલાવવામાં આવ્યા હતા. અમને તો ખ્યાલ જ નથી. અમારા માટે આ બેઠક ગ્રાહ્ય નથી.’
સરખેજ ભારતી આશ્રમના મહંત ઋષિ ભારતી બાપુએ અગાઉ આ મામલે કહ્યુ હતુ કે, ‘જો સનાતન ધર્મને ડાઉન કરીને નિર્ણય લેવામાં આવશે તો સનાતન ધર્મના સંતો ક્યારેય નિર્ણય સ્વીકારશે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે મુખ્યમંત્રીએ મહત્વની બેઠક બાદ સનાતન ધર્મના પક્ષમાં નિર્ણય આવશે તો વધાવવામાં આવશે. આ લોકો વરસોથી સનાતન ધર્મના દેવી-દેવતાઓ અને સંતોનું વારેવારે અપમાનિત કરી હીન દેખાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.