રાષ્ટ્રિય સહકારી નેતા દિલીપ સંઘાણી
ભારતે વિશ્વને કરાવ્યું વિશ્વદર્શન : G-20 શિખર સમેલન સફળ, સમેલનમા એક સર ભારત પ્રચંડ શકિત
અમદાવાદ
ભારતીય સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતી વ્યવસ્થા—આયોજન સાથે ભારતના યજમાનપદે પાટનગર ઈન્દ્રપ્રસ્થ, ભારત મંડપમ ખાતે યોજાયેલ G-20 શિખર સંમેલનની ભવ્ય સફળતાને બિરદાવતા રાષ્ટ્રિય સહકારી નેતા દિલીપ સંઘાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને રાજદ્વારી કુટનિતીની ભારોભાર પ્રશંસા કરવા સાથે “વિશ્વને વાત ગળે ઉતારવા”એક પૃથ્વી–એક પરિવાર–એક ભવિષ્ય ની ભાવનાને બળવતર બનાવવાની કલ્યાણકારી નીતી–રીતી શિખરમંત્રણાની જીત છે તેમ જણાવેલ.G-20ની સફળતા એ મોદીનો કરિશ્મા છે, રાષ્ટ્રહિત અને આંતરરાષ્ટ્રિય બાબતોનો ઉકેલ સાધવાના રવૈયાથી વિશ્વ નેતાગણ ભારત તરફ આશા, ઉકેલ માટે અપેક્ષા ધરાવે એ આપણા દેશની મોટી જીત છે, ભારત ભાગ્યશાળી છે કે, મોદીનું નેતૃત્વ દેશને મળ્યુ છે. દિલીપ સંઘાણીએ વાતને ગૌરવ સાથે જણાવી કે, મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓના નેતૃત્વમાં કામ કરવાની તક મળી હતી એ મારૂ અહોભાગ્ય છે. ચીનની વિસ્તારવાદી નિતી, યુધ્ધ લડતા દેશોમા શાંતિ અને આફ્રિકન દેશોને G-20ની સભ્યતા પ્રદાન કરવાની સર્વસંમત ઘોષણાની સફળતા ભારતને નવી ઉચ્ચાઈ અપાવી છે તેમ જણાવી સંઘાણીએ નરેન્દ્ર મોદી, ભારત સરકાર અને વ્યવસ્થા ટીમને અભિનદન પાઠવ્યાનું જણાવેલ છે.