ખેત ઉત્પાદન અને ખરીદ વેચાણ (ઉત્તેજન અને સરલીકરણ) સુધારા વિધયક- 2023 ની જોગવાઈઓના કારણે રાજ્યમાં ૫૦% એ.પી.એમ.સી. બંધ થઈ જશે : અર્જુન મોઢવાડિયા

Spread the love

બિલમાં રૂપિયા ૫૦,૦૦૦ આવક કરી આપતા વેપારીઓને મતદાર બનાવાની જોગવાઈ છે, આ મર્યાદા નાની એ.પી.એમ.સી. માં પુર્ણ થઈ શકે તેમ નથી, એટલે તેને એ.બી.સી.ડી. એમ અલગ અલગ કેટેગરી કરી શકાય :અત્યારે કમલમમાંથી આવતા મેન્ડેટ ના આધારે ચુંટણી થાય છે. જેથી સહકારી પ્રવૃત્તિઓ સાથે કાંઈ લેવા દેવા ન હોય એવા લોકો આવી જાય છે. જેના કારણે સહકારી પ્રવૃત્તિઓ અત્યાર ભયમાં મુકાઈ છે : અર્જુન મોઢવાડિયા

નાની એ.પી.એમ.સી. ડેવલપ થાય એના માટે સરકાર યોજના લઈને આવે. તેમાં નાના વેપારીઓના વિકાસની વ્યવસ્થા કરવામાં આવે. એટલુ જ નહીં જ્યાં મોટા ગામો છે ત્યાં પણ આવા સબ સેન્ટરો શર થાય એવુ કરવુ જોઈએ : મોઢવાડિયા

અમદાવાદ

રાજ્ય સરકાર દ્વારા આજે ખેત ઉત્પાદન અને ખરીદ વેચાણ (ઉત્તેજન અને સરલીકરણ) સુધારા વિધયક- 2023 વિધાનસભામાં રજુ કરવામાં આવ્યુ. જે સંદર્ભે બિલ અંગે અસહમતી દર્શાવતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જો આ કાયદો અમલમાં આવશે તો રાજ્યમાં ૫૦% એ.પી.એમ.સી. બંધ થઈ જશે. બિલમાં રૂપિયા ૫૦,૦૦૦ કે તેથી વધુની આવક કરી આપતા હોય તેવા જ વેપારીઓને મતદાર બનાવાની જોગવાઈ છે, એટલે આ પ્રકારના મતદારો કોઈ મળશે જ નહીં. આ મર્યાદા જે રૂપિયા ૫૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે તેને એ.બી.સી.ડી. એમ અલગ અલગ કેટેગરી કરી શકાય. આવુ કરવામાં આવે તો જ નાના એ.પી.એમ.સી. ટકી શકશે, નહીં તો આવા એ.પી.એમ.સી. બંધ થઈ જશે. અર્જુન મોઢવાડિયા વધુમાં જણાવ્યું હતું કે પહેલા એવુ હતું કે સહકારમાં સહકારી જ હોય, એમાં મારું – તારું ના હોય, પક્ષા પક્ષી ન હોય હવે તેમાં મેન્ડેટ ઘુસી ગયુ છે. હવે તો સહકારી આગેવાનો ને જ ચેરમેન નક્કી કરવાનો અધિકારન અથી. અધિકાર તો કોઈ બીજાને આપેલા છે. ત્યાંથી મેન્ડેટ આવે એ પ્રમાણે બધાંએ નોમિનેશન કરવાનું છે, એમાં જેને કાંઈ લેવા દેવા ન હોય એવા લોકો આવી જાય છે. જેના કારણે સહકારી પ્રવૃત્તિઓ અત્યાર ભયમાં મુકાઈ છે. સહકારમાં તો સભાસદો નક્કી કરે એ જ ડિરેક્ટર, સભાસદો નક્કી કરે એ જ ચેરમેન હોય, એની જગ્યા કમલમમાં બેઠા હોય એને અધિકાર આપી દેવાયા છે. સહકારી સંસ્થાઓમાં બિનપક્ષીય ધોરણે ચુંટણી થાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. તે નથી થતુ તેના કારણે સહકારી પ્રવૃત્તિઓનું પોત નીચુ પડ્યુ છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર આ બિલ લાવી છે ત્યારે બીજુ બિલ એવુ પણ લાવવુ જોઈએ જેમાં નાની એ.પી.એમ.સી. માં પણ વેપાર ચાલે. અત્યારે તો ગોંડલ એ.પી.એમ.સી. એ જાહેરાત કરવી પડે કે ખેડુતોએ ત્રણ દિવસ સુધી માલ ન લાવવો. જ્યારે અન્ય નાની એ.પી.એમ.સી. માં કાગડા ઉડતા હોય. મારી પાસે જે મોટી એ.પી.એમ.સી.ની યાદી છે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, પાટણ, અમરેલી, બોટાદ, ગોંડલ, ડીસા અને કડીનો સમાવેશ થાય છે. આ મોટી એ.પી.એમ.સી. ઉપરાંત બીજી નાની એ.પી.એમ.સી. માં વેપાર જ નથી મળતો. ઉપલેટા, ધોરાજી, પોરબંદર, ખંભાળીયા, દ્વારકા ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બધી જગ્યાએ નાની એ.પી.એમ.સી. છે, જેમની પાસે કર્મચારીઓના પગાર કરવા માટે પણ નાણાં નથી. અમારા પોરબંદર જિલ્લામાં ખેડૂતો રાજકોટ કે ગોંડલ પોતાનો માલ લઈને જાય છે અથવા વેપારી આવીને તેમના ખેતર ઉપરથી માલ લઈ જાય છે. ત્યારે આવા વિસ્તારોમાં આવેલ નાની એ.પી.એમ.સી. સક્ષમ બને તે માટે કોઈ બિલ લઈને આવો તે જરૂરી છે.અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે આ બિલમાં તો બધા નાના વેપારીઓને બાદ જ કરી દેવામાં આવ્યા છે. મારી વિનંતી છે કે નાની એ.પી.એમ.સી. ડેવલપ થાય એના માટે સરકાર યોજના લઈને આવે. તેમાં નાના વેપારીઓના વિકાસની વ્યવસ્થા કરવામાં આવે. એટલુ જ નહીં જ્યાં મોટા ગામો છે ત્યાં પણ આવા સબ સેન્ટરો શર થાય એવુ કરવુ જોઈએ. તેના બદલે સરકાર નાની એ.પી.એમ.સી. ને લગભગ પુરી કરી નાખે એવુ બિલ લઈને આવ્યા છો. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મંત્રીશ્રી દ્વારા પેલા મંડળીઓની વાત કરવામાં આવી. શ્રી શરદ પવાર જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી હતા ત્યારે બંધ પડેલી સહકારી સંસ્થાઓને ઉભી કરવા માટે પેકેજ ની જાહેરાત કરાઈ હતી. તેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રની સહકારી બેંકો સહિત અનેક સહકારી સંસ્થાઓને ફાયદો થયો હતો. અત્યારે પણ એવા પેકેજની જરૂર છે. જેથી નાની એ.પી.એમસી. અને અન્ય સહકારી સંસ્થાઓ મજબુતી સાથે ઉભી રહી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com