ગુજરાત રેડક્રોસના ચેરમેન અજય પટેલ
હાલમાં ૭૩ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવાનાં છે અને આવનારા સમયમાં ક્રમશઃ જરૂરીયાત મુજબ વધારો કરવામાં આવશે : અજય પટેલ
અમદાવાદ
૧૭ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લામાં શરૂ થશે ૭૩- પ્રધાનમંતી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ગુજરાત રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી ભારતના આદરણીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના ૭૩ વર્ષ પૂર્ણ થઇ રહેલ છે તે અવસર પર તેમના જન્મદિન નિમિતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખા દ્વારા ગુજરાતમાં જુદા જુદા જીલ્લામાં ૭૩ સરકારી હોસ્પિટલો ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવશે.ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ ભારત સરકારના આરોગ્યમંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત રેડક્રોસના ચેરમેન અજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ પી.ડી.યુ હોસ્પિટલ ખાતે,સવારે 10 કલાકે જ્યારે ગુજરાત સરકારના આરોગ્યમંત્રી રૂષિકેશ પટેલ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સંવારે 10 કલાકે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રોનુ ઉદઘાટન કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિને ધ્યાનમાં રાખી છેવાડાના માનવીઓ માટે જુદી જુદી કલ્યાણકારી યોજના દ્વારા ગરીબોને મદદ કરવા પ્રયત્નશીલ છે ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખા દ્વારા પણ આ અભિગમને આગળ વધારવા તેમજ લોકોના આરોગ્યની સુવીધાઓમાં વધારો કરવા માટે લોકોને વ્યાજબી ભાવે જુદા જુદા રોગ માટેની જેનેરીક દવાઓ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રમાંથી મળી રહે તેવુ આયોજન કરેલ છે. તેમના આ ભગીરથ કાર્યને આગળ ધપાવવા તેઓના જન્મદિને ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ, લોકસેવાને હંમેશા મહત્વ આપતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી ગુજરાતના ગરીબ લોકોને ખુબજ વ્યાજબી ભાવે જેનરીક દવા ઉપલબ્ધ થાય તે દિશામાં આ પ્રયત્નો છે.રાજ્યના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારમાં પણ આ સેવાનો શુભારંભ કરેલ છે.
વધુમાં અજય પટેલ જણાવેલ છે કે હાલમાં ૭૩ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવાનાં છે અને આવનારા સમયમાં ક્રમશઃ જરૂરીયાત મુજબ વધારો કરવામાં આવશે. રેડક્રોસ ગુજરાતનાં ચેરમેન અજયભાઇ પટેલ તથા અનય હોદેદારો ઉપસ્થિત રહયા હતા.