પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલો પ્રોપગેન્ડા નિષ્ફળ ગયો છે. એક સમયે પાકિસ્તાનની નજીક રહેલા સંયુક્ત આરબ અમીરાતે પણ સ્વીકાર્યું છે કે PoK ભારતનો અભિન્ન અંગ છે. UAEના નાયબ વડાપ્રધાન સૈફ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જમ્મુ અને કાશ્મીરના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશને ભારતના ભાગ તરીકે બતાવવામાં આવ્યો છે.
તેમાં PoK અને અક્સાઈ ચીનનો ભાગ પણ સામેલ છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ઈસ્લામિક દેશો પણ હવે કાશ્મીર મુદ્દે સંપૂર્ણ રીતે ભારતની સાથે ઉભા છે. પાકિસ્તાન માટે આ એક મોટો ઝટકો હોવાનું કહેવાય છે.
UAE કાશ્મીરમાં અબજોનું રોકાણ કરી રહ્યું છે.. જે વિષે જણાવીએ, UAE પહેલાથી જ કાશ્મીરમાં રોકાણ કરી રહ્યું છે. દુબઈ સ્થિત UAE રિયલ એસ્ટેટ ડેવલપર, Emaar, શ્રીનગરમાં ૧ મિલિયન ચોરસ ફૂટના મેગા-મોલમાં રોકાણ કરનાર પ્રથમ વિદેશી કંપની બની છે. ૨૦૧૯માં જમ્મુ અને કાશ્મીર માટે વિશેષ છૂટને સમાપ્ત કર્યા પછી એમારે આ ર્નિણય લીધો હતો. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ મોલનો શિલાન્યાસ કર્યો હતો. Emaar ગ્રૂપ મેગા-મોલ સ્થાપવા માટે ?૨૫૦ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જે ૫૦૦થી વધુ સ્ટોર્સ સાથે પ્રદેશના સૌથી મોટા મોલમાંનો એક હશે. આને જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વિદેશી સીધા રોકાણ તરીકે પણ ગણાવવામાં આવી રહ્યું છે.
કાશ્મીરને લઈને દુષ્પ્રચાર કરી રહ્યું છે પાકિસ્તાન.. જે વિષે જણાવીએ, પાકિસ્તાન દાયકાઓથી કાશ્મીરને લઈને મુસ્લિમ દેશોમાં દુષ્પ્રચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં જ ભારતમાં યોજાયેલી જી-૨૦ સમિટ દરમિયાન તેણે સભ્ય દેશોને પત્ર લખીને ભારત પર મનઘડત આરોપો લગાવ્યા હતા. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ભારત કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં G૨૦ સભ્ય દેશોની જવાબદારી છે કે તેઓ ભારતને આંતરરાષ્ટ્રીય માનવાધિકારોનું પાલન કરવા કહે. પાકિસ્તાને પણ
જમ્મુ-કાશ્મીરમાં જી-૨૦ બેઠક પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને વિવાદિત ભાગ ગણાવ્યો હતો. જોકે, પાકિસ્તાનના આરોપોની કોઈના પર કોઈ અસર થઈ ન હતી અને તમામ સભ્ય દેશોએ બેઠકોમાં ભાગ લીધો હતો. PoKમાં પાકિસ્તાન વિરુદ્ધ બળવો.. જે વિષે જણાવીએ, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકો મોંઘવારી, ખાદ્યપદાર્થોની અછત અને વધુ પડતા કરવેરા સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. આ તમામ મુદ્દાઓ માટે લોકો પાકિસ્તાનને જવાબદાર ઠેરવી રહ્યા છે. તાજેતરમાં જ પીઓકેના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનથી આઝાદ કરાવવાની માંગ કરી હતી. PoKના લોકોનો આરોપ છે કે તેમની સામે જાણી જોઈને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે પંજાબ પ્રાંતને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે સૌથી વધુ વીજળીનું ઉત્પાદન PoKમાંથી થાય છે, તો અહીંના લોકો પર વીજળીના બિલનો બોજ કેમ નાખવામાં આવે છે. PoK માટે જાહેર કરાયેલા અનાજનો ક્વોટા અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવી રહ્યો છે.