રાહુલ ગાંધીની ઈચ્છાને લઇ “હાથ સે હાથ જોડો ” યાત્રાની શરૂઆત કરવામાં આવી : દેશમાં એકતા, ભાઈચારો અને પ્રેમ વધે તેના માટેનો એક પ્રયાસ : શક્તિસિંહ
હાથ સે હાથ જોડો” અભિયાનનો અર્થ છે કે આપણે કોંગ્રેસના તમામ કાર્યકરોએ હાથમાં હાથ મીલાવી તાલમેળથી ભાજપની અણઘડ નીતિઓ અને ભ્રષ્ટાચારને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે : પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ
આવનાર લોકસભાની ચૂંટણી માટે ‘હાથથી હાથ જોડો’ અભિયાન ખૂબ મહત્વની સાબિત થશે : ધારાસભ્ય શૈલેષ પરમાર
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે જણાવ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ હાથ સે હાથ જોડો યાત્રા જોડવા માટેનું અભિયાન કરવા માટે કહ્યું છે જે અંતર્ગત હાથ સે હાથ જોડો યાત્રાની જવાબદારી સ્ટેટ કન્વીનર તરીકે માજી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ને સોંપી છે.આજે જિલ્લાની કાર્યકરોની એક ટીમને હાથ સે હાથ જોડો યાત્રામાં જોડાવવા બદલ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
વધુમાં ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓને એક સાથે જોડવાની અને દેશમાં એકતા ભાઈચારો અને પ્રેમ વધે તેના માટેનો એક પ્રયાસ છે. અમારે સત્તા પડાવવા માટેનો સંઘર્ષ નથી કરવાનો પરંતુ એક સેવાની સાધનાનો યજ્ઞ કરીએ છીએ તેમાં એક સકારાત્મક આહુતિ આપવા માટે બધાનું સમર્થન મળી રહ્યું છે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ “ભારત જોડો ” યાત્રા દ્વારા 4000 કિલોમીટર ચાલી જે દેશમાં અને વિશ્વમાં કોઈએ આવું કાર્ય કર્યું નથી. આ યાત્રા પાછળ તેમની ભાવના એવી હતી કે દેશના લોકો એક થઈને રહેશે તો ભાષા, પ્રાંત, ધર્મ, જાતિના નામે દેશ મજબૂત બનશે. દેશનો આંતરિક રીતે વિખવાદ થાય તો દેશ નબળો પડે. નફરતની સામે પ્રેમની દુકાન ખોલાય અને દેશના લોકો એક સાથે રહે તેવી ભાવના આ ભારત જોડો યાત્રા સાથે જોડાયેલી હતી. આ ભારત જોડો યાત્રા પછી રાહુલ ગાંધીને એવી ઈચ્છા હતી કે લોકો હાથથી હાથ જોડે એટલે કોંગ્રેસના કાર્યકરો માટે હાથ સે હાથ જોડો યાત્રા શરૂઆત કરવામાં આવી છે. એટલે કે હાથ સે હાથ જોડો યાત્રા દેશને મજબૂત કરે તેવી ભાવના છે. પ્રદેશ સમિતિ તેમજ જીલ્લા સમીતી/તાલુકા સમિતિ/ મહાનગરપાલિકા સમિતિમાં જે કાંઈ પદાધિકારીઓને કે જેઓ સન્નીષ્ટતાથી કોન્ગ્રેસ મજબુત કરવા ખંતીલા પદાધિકારીઓની પસંદગી કરેલ છે તે બધાને સંસ્થાના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે નીમણુંક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હતું.સ્ટેટ બોડિ/ જિલ્લા કન્વીનરો તથા જીલ્લા તાલુકા ના હોદેદારો હાજર રહ્યા હતા. હાથ જોડો સમીતી કાયૉલય ખાતે રજીસ્ટ્રેશન કરાવ્યું અને જે પદાધિકારીઓ હાજર હતા તેમના જ નામ ને નીમણુંક પત્ર અનાયત કરવામાં આવ્યું હતું. પદાધિકારીઓએ પોતાના બે પાસપોર્ટ સાઈઝ ફોટા તથા રહેઠાણ આઈ ડી પુફ ફોર્મ ભરી સાથે જમા કરાવ્યું હતું.
રાહુલ ગાંધી કન્યા કુમારીથી કાશ્મિર સુધી 4000 કિ.મી. થી વધુની ભારત જોડો પદયાત્રા કરી હતી. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં હાથ સે હાથ જોડો થકી છેવાડાના લોકો સુધી પહોંચવાનું અભિયાન હાથ ધર્યું હતું. અહંકારી ભાજપ સરકારના કારણે જનતા તમામ ક્ષેત્રે પીસાઇ રહી છે. અસહ્ય મોંઘવારી, ભયમુક્ત ભ્રષ્ટાચાર, ભયંકર બેકારી, ગુનાખોરી, કાળાબજારી, કાયદાનો બેફામ રીતે દુરુપયોગ, શિક્ષણમાં મનફાવે તેવા પ્રયોગો કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં લઇ જવું, મહિલાઓની અસલામતી, નોકરીયાત અને ધંધાદારીઓ પર કમરતોડ ટેક્સ, પ્રેસ અને પત્રકારોને ડરાવી ધમકાવીને દમન કરવું, ખેડૂતોની આત્મહત્યાઓ, ગરીબીમાં વધારો સહિતની મુશ્કેલીઓમાં દેશનો સામાન્ય-મધ્યમ વર્ગનાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, “હાથ સે હાથ જોડો” અભિયાનનો અર્થ છે કે આપણે કોંગ્રેસના તમામ કાર્યકરોએ હાથમાં હાથ મીલાવી તાલમેળથી ભાજપની અણઘડ નીતિઓ અને ભ્રષ્ટાચારને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવશે.’હાથ સે હાથ જોડો’ના પ્રદેશ કન્વીનરશ્રી ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાને ઢાંકવા નકલી જુઠ્ઠા વિકાસનો ઢોલ વગાડ્યા કરે છે. વિદેશોમાં જુઠ્ઠો પ્રચાર કરે છે અને દેશ વિકાસ કરી રહ્યો છે તેવા ખોટા બણગા ફૂંકે છે. નિર્દોષ પ્રજાને સામ, દામ, દંડ અને ભેદની નિતીથી દબાવી રાખી છે. લોકોને મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા ભાજપ સરકાર નિતનવા હથકંડા અપનાવે છે,ત્યારે લોકોને સાચો સત્યનો રસ્તો બતાવવાનો છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે ‘હાથ થી હાથ જોડો’ અભિયાનમાં આપણે સૌએ તન-મનથી જોડાઇને બને તેટલા વધુ કાર્યકર્તા-લોકોને જોડવાના છે. આવનાર લોકસભાની ચૂંટણી માટે ‘હાથથી હાથ જોડો’ અભિયાન ખૂબ મહત્વની સાબિત થશે.રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત હાથથી હાથ જોડો અભિયાન માટે હોદ્દેદારોશ્રીઓની નિમણુંક-સંવાદ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ. મનીષ દોશી સહિત મોટી સંખ્યામાં હાથ થી હાથ જોડો અભિયાનના નવનિયુક્ત અધિકારીઓ, કાર્યકરો કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા.