રાજય સરકારે ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ગુજરાતના શહેરોના વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ ગુજરાતના શહેરોના વિકાસ માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની આઠ મહાનગર પાલિકા અને રૂ.૮૭૭ કરોડ અને ૧૬૨ નગરપાલિકાઓને રૂ. ૧૮૮ કરોડની રકમની ફાળવણી ઓન લાઇન કરવામાં આવી હતી. રાજય કક્ષાના ઓનલાઇન કાર્યક્રમ બાદ ફાળવેલ રકમના ચેકોનું વિતરણ જિલ્લા કક્ષાએ મહાનુંભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. તદ્દઅનુસાર ગાંધીનગર મહાનગર પાલિકાને રૂા.૧૮,૭૮,૦૦,૦૦૦/-નો ચેક બિન અનામત આયોગના અધ્યક્ષ શ્રી વિમલ ભાઇ ઉપાધ્યાયના હસ્તે મેયર શ્રીમતી રીટાબેન પટેલને અર્પણ કરાયો હતો. જયારે નગર પાલિકા કલોલને રૂા.૨,૫૦,૦૦,૦૦૦/- નો ચેક કલોલ નગર પાલિકાના પ્રમુખ શ્રી લવ બારોટને, દહેગામ નગર પાલિકાને રૂા.૧,૧૨,૫૦,૦૦૦/-નો ચેક દહેગામ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિમલ અમીનને અને માણસા નગર પાલિકાને રૂા.૧,૧૨,૫૦,૦૦૦/-નો ચેક નગર પાલિકા માણસાના પ્રમુખ શ્રી કમલેશ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. વિમલ ઉપાધ્યાયે આ પ્રસંગે જણાવ્યું કે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શહેરોના વિકાસ અને નગર પાલિકાઓની આર્થિક પરિસ્થિતિ સધ્ધર બનાવવા શરુ કરેલ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના કોરાનાના કપરા કાળમાં પણ નગર જનોની સુવિધા પુરી પાડવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં તેજ ગતીથી આગળ વધી છે અને શહેરો ક્લિન ગ્રીન- રહેવાલાયક અને માણવા લાયક બને તે દિશામાં વિકાસ થઇ રહ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી ડૉ.કુલદીપ આર્ય, મ્યુનિસિપલ કમિશનર શ્રી રતનકંવર ગઢવીચારણ સંસદ સભ્યશ્રી, ધારાસભ્યોશ્રી અધિક કલેકટરશ્રી એચ.એમ.જાડેજા સહિત તેમજ નગરપાલિકા કલોલ, દહેગામ અને માણસાના ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.