રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સરકારમા થયેલા કાગળ પરના એમઓયુને બદલે સાચું મૂડી રોકાણ અંગે શ્વેતપત્ર બહાર પાડે : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ

Spread the love

* ગુજરાતમાં કોઇ રોકાણ કરવા આવે તો તેને કેન્દ્ર સરકાર ધમકાવતી તે આક્ષેપ સંપુર્ણ પાયાવિહોણા-ખોટો આક્ષેપો વડાપ્રધાને કર્યા

* બધુ પોતે કર્યાનો દાવો કરતી ભાજપએ ઈતિહાસ ભૂલવો ન જોઈએ. જયારે ગુજરાતમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાત કોઇ પણ વાઇબ્રન્ટ વિના મૂડીરોકાણ માટે નંબર ૧ હતું

* પેપરલીક અંગે વડાપ્રધાન એ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેપર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેમ કહેવું જોઈએ :  શક્તિસિંહ

અમદાવાદ

પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારના ગુજરાતના પ્રવાસ આવેલા પ્રધાનમંત્રીના ઠાલા વચનો અને સત્યથી વેગળી વાતો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિહ ગોહિલ એ જણાવ્યું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીની ગુજરાતની ધરતી પર વડાપ્રધાન પાસે સત્યની આશા-અપેક્ષા હતી.  વડાપ્રધાને ગુજરાતની વાત કરવાને બદલે માત્ર રાજકીય અવલોકન કર્યા. રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સરકારમા થયેલા કાગળ પરના એમઓયુને બદલે સાચું મૂડી રોકાણ અંગે શ્વેતપત્ર બહાર પાડે. રાજ્યમાં લાખો લોકોને રોજગાર મળવાના દાવા કર્યા હતા પરતું કેટલા લોકોને રોજગાર મળ્યો તે ભાજપ સરકાર જાહેર કરે. બધુ પોતે કર્યાનો દાવો કરતી ભાજપએ ઈતિહાસ ભૂલવો ન જોઈએ. જયારે ગુજરાતમાં કોગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાત કોઇ પણ વાઇબ્રન્ટ વિના મૂડીરોકાણ માટે નંબર ૧ હતું. એશિયાની સૌથી મોટી બે રીફાઇનરી ગુજરાતમાં કોંગ્રેસ સરકારમાં સ્થપાઈ. પંચમહાલમાં જનરલ મોટર્સ ઓટોમોબાઇલ કંપની કોંગ્રેસના શાસનમાં સ્થપાઇ હતી. આજે દિલ્હીમાં તમારી સરકાર છે રોડા નાખનાર કોઇ નથી ત્યારે ગુજરાત રોકાણમાં ક્યાં નંબરે છે? ગુજરાતમાં કોઇ રોકાણ કરવા આવે તો તેને કેન્દ્ર સરકાર ધમકાવતી તે આક્ષેપ સંપુર્ણ પાયાવિહોણા-ખોટો આક્ષેપો વડાપ્રધાને કર્યા છે. જો તેમની પાસે આધારપુરાવા, કોઈ માહીતી હોય તો તે જણાવે અથવા કાંગ્રેસના નેતા સામે કેસ કરે, વિપક્ષના નેતાઓ, અડવાણીજી અને અરૂણ જેટલીજી સહિતના વિપક્ષના નેતાઓએ ક્યારેય પણ આ અંગે ગૃહમાં-સંસદમાં કઈ પણ કહ્યું નથી. ભાજપ શાસનમાં વારંવાર પેપરલિક થાય અને વડાપ્રધાશ્રી અન્ય રાજ્યમાં પેપરલીકની વાતો કરે છે. મધ્યપ્રદેશમાં દેશનું સૌથી મોટું ભરતી કૌભાંડ ‘વ્યાપમ’ કૌભાંડ થયું છે અને આખા દેશમાં સૌથી વધુ ૨૪ વાર ગુજરાતમાં પેપર લિક થયા. ચંપાવતે તો ભાજપના નેતાના મંત્રીનું પણ નામ આપ્યું હતું ત્યારે અત્યારસુધી કેમ કોઈ ચમરબંધી પકડાયું નથી ? ગુજરાતમાં ‘વ્યાપક’ ભરતી કૌભાંડ થાય ત્યારે બીજા પર પથ્થર ફેંકતાં પહેલાં એમને પોતાની સ્થિતિ જોવી જોઈએ. ગુજરાતમાં પેપરલીક માં ભાજપ નેતાઓ જ હોય છે એ સાબિત થયું, પેપરલીક અંગે વડાપ્રધાન એ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પેપર માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેમ કહેવું જોઈએ.

ગુજરાતની અસ્મિતાને શર્મસાર કરતું ગોધરાકાંડ અંગે તત્કાલીન વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રીને ઠપકો આપતા રાજધર્મ નિભાવવા કહ્યું હતું. આ બધુ ગુજરાતમાં જ બન્યુ હતું, ગુજરાતની જનતા બધુ જાણે છે ત્યારે વડાપ્રધાન પાસે તેમની જન્મ દિવસના ઉજવણીના ભાગરૂપે છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદા, ભરૂચ, વડોદરા સહિતના કાઠા વિસ્તારમાં માનવસર્જીત આપદા અંગે, ખેડુતો-નાગરિકોને થયેલા પારાવાર મુશ્કેલીઓ અંગે વાત કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ વડાપ્રધાનશ્રીએ માત્રને માત્ર રાજકીય અવલોકનો કર્યો પણ તે પુર અંગે એક શબ્દ ન બોલ્યા, ભાજપ સરકારે જાહેર કરેલા મશ્કરીરૂપ સહાય પેકેજ અંગે એક હરફ પણ ન ઉચ્ચાર્યું. વડાપ્રધાનશ્રી પાસેથી આશા હતી કે પુર ની હોનારતની તપાસ માટે સુપ્રીમ કે હાઇકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ રચના કરાય પરંતુ વડાપ્રધાનશ્રીએ આવી કોઇ જ જાહેરાત ન કરી, ગુજરાતના પ્રવાસમાં આટલો સમય આપ્યો છે તો નર્મદા અને ભરૂચના પુરગ્રસ્ત ખેડૂતો, નાગરિકોને મળે, વડાપ્રધાનશ્રી જન્મ દિવસ માટે ડેમ ભરી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડનાર સરકારને ફટકાર લગાવે, જેને જેટલુ નુકસાન થયુ છે તેટલી સહાયની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી પરંતુ આ પ્રકારનું વડાપ્રધાનશ્રીએ કશું જ પણ કર્યું નહીં, માત્ર ઠાલા વચનો અને સત્યથી વેગળી વાતો કરી રાજકીય અવલોકન કર્યા જે દુર્ભાગ્યપૂર્ણ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com