પાકિસ્તાનના સિંધના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે એક ઘરમાં રોકેટ લોન્ચર શેલ વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. રોકેટ લોન્ચર શેલ વિસ્ફોટ થતા 8 લોકોના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંત વિસ્તારમાં એક ઘરમાં રોકેટ લોન્ચર શેલ વિસ્ફોટ થયો હતો જેના કારણે એક જ પરિવારના 8 વ્યક્તિના મોત થયા છે. મળતી માહિતી મુજબ પોલીસ તપાસમાં એવું કહેવામાં આવ્યું કે બાળકો મેદાનમાં રમતા હતા ત્યારે તેમને રોકેટનો શેલ મળ્યો, જેને તેઓ રમકડા ગણીને ઘરે લાવ્યા. જ્યારે તે ફાટ્યો ત્યારે ઘરના બાળકો તેની સાથે રમતા હતા. વિસ્ફોટમાં ચાર બાળકો, બે મહિલાઓ અને પરિવારના એક પુરુષ સહિત આઠ લોકોના મોત થયા હતા. SSPએ જણાવ્યું કે માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
સિંધના મુખ્ય પ્રધાન જસ્ટિસ મકબૂલ બકરે પ્રાંતીય મહાનિરીક્ષક પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે રિપોર્ટમાં જણાવવું જોઈએ કે પ્રાંતના કશ્મોર જિલ્લાના કંધકોટ તહસીલના જંગી સબજવાઈ ગોથ ગામમાં રોકેટ લોન્ચર કેવી રીતે પહોંચ્યું. આ વિસ્ફોટક સામાગ્રી બાળકના હાથમાં ક્યાંથી આવ્યું તેને લઇ અનેક પ્રશ્નો થઇ રહ્યા છે. આ વિસ્ફોટ સામગ્રીના કારણે એક પરિવાર હોમાયું છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા, બાકરે ઈન્સ્પેક્ટર જનરલને ઘટનાને પગલે તપાસના આદેશો આપવામાં આવી રહ્યા છે.