કોઈ પણ સારો કે મઠો પ્રસંગ હોય, કો પ્રવાસ હોય કે અતિથિનું આગમન હોય ચા નો તો મહિમા હોય જ છે, અને એમાં પણ આજે તો ચાના રસિાયાઓ માટે વિવિધ પ્રકારના ફ્લેવરવાળી ચા મળી જ રહે છે, પરંતુ વાત કરવી છે આજે અમદાવાદમાં આવેલ અનોખા ટી સ્ટોલની , કયા આવેલો છે આ ભયાનક ટી સ્ટોલ અને શું છે તેની કહાની આવો જાણીએ.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી ચાના રસિકો માટે અવનવા ટી સ્ટોલ ઉભા થયા છે. ખાસ કરીને યંગસ્ટર્સ પણ હવે ટી સ્ટોલ ચલાવવા લાગ્યા છે. સારી એવા નોકરી છોડીને ભણેલા ગણેલા યુવકો અને યુવતીઓ પણ ટી સ્ટોલ ખોલીને કમાણી કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદના હાંસોલ વિસ્તારમાં ચાલી રહેલો ભયાનક ટી સ્ટોલ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદના હાંસોલ વિસ્તારમાં એક યુવકે સ્મશાનગૃહમાં ભયાનક ટી સ્ટોલ શરુ કર્યો છે. આ યુવક અહીં જાતજાતની ચા વેચી રહ્યો છે. ચાના નામ સાંભળીને પણ તમને નવાઈ લાગશે. જેમ કે, અહી ચુડેલ ચા, તાંત્રિક ચા, ભૂત ચા, મડદા ચા નામથી લઈને વિવિધ નામની તમે અહી ચા મળી રહેશે.
સરદારનગર પાસે સમશાનની અંદર આવેલા ભયાનક ટી સ્ટોલની શરૂઆત થવાની વાત પણ ખુદ રસપ્રદ છે, આ ટી સ્ટોલની મહત્વની વાત એ છે કે, કોરોનાકાળ દરમિયાન અનેક લોકોનાં મૃત્યુ થયા હતા. એ સમયે સ્મશાનગૃહમાં પણ મોટી સંખ્યામાં લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા માટે આવતા હતા. એ સમયે સ્મશાનગૃહ લોકોથી ભરેલુ રહેતુ હતુ. ત્યારે એ સમયે અનિલ છારાને સારી એવી આવક પણ થઈ હતી અને તગડો નફો થયો હતો.
આ યુવકના નામ પાછ્ડ પણ એક રસપ્રદ કહાની રહેલી છે, આમ તો યુવકનું નામ અનિલ છારા છે પણ તે ઉર્ફે ડોન બજરંગી તરીકે પ્રખ્યાત છે. એની પાછળનું કારણ એ છે કે, અનિલના પિતા બાબુભાઈ અમિતાભ બચ્ચનના ખૂબ જ મોટા ફેન છે. તેઓએ બીગ બીની એક પણ ફિલ્મ ન જોઈ હોય એવું બન્યું નથી. બીજી તરફ, તેમની ડોન તેમની સૌથી ફેવરિટ ફિલ્મ છે. એટલે બાબુભાઈએ તેમના પુત્ર અનિલનું નામ ડોન રાખ્યું હતું. આને આ યુવક અમદાવાદના હાંસોલ વિસ્તારમાં આવેલા ભદ્રેશ્વર સ્મશાનગૃહમાં ભયાનક ટી સ્ટોલ ચલાવે છે
આ યુવક પોતાના ટી સ્ટોલ પર એવા એવા ફ્લેવરની ચા વેચી રહ્યો છે કે જેનું નામ પણ તમે સાંભડીને ચોંકી જશે. અનિલ છારાએ આ ટી સ્ટોલનું નામ ભયાનક ટી સ્ટોલ રાખ્યું છે. અનિલ છારા અહીં ચુડેલ ચા, તાંત્રિક ચા, ડાકણ ચા, ભૂત ચા, મડદા ચા, વિરાના ચા, સ્પેશિયલ પ્રેતાત્મા ચા, સ્પેશિયલ કબ્રસ્તાન ચા, સ્પેશિયલ અસ્થિ ચા જેવા નામથી વિવિધ નામની ચા વેચે છે. એટલું જ નહીં આ સ્ટોલ પર ભૂત કોફી અને કંકાલ બિસ્કુટ પણ મળે છે. વળી યુવકે ચાના બોર્ડ પર એક ખાસ વાક્ય પણ લખ્યું છે કે, સ્પેશિયલ ચા માટે દો ગજ જમીન કે નીચે જાના પડેગા.