મહારાષ્ટ્રની હોસ્પિટલમાં આજકાલ મોતનું તાંડવ ચાલી રહ્યાંનું લાગી રહ્યું છે. ગઈ કાલે નાંદેડની સરકારી હોસ્પિટલમાં 12 નવજાત સહિત 31 લોકોના મોત થયા હતા. આ ઘટનાનું દુખ હજું ભૂલાયું નથી ત્યાં ફરી પાછા બીજી હોસ્પિટલમાં મોતના સમાચાર આવ્યાં.
ઔરંગાબાદની સરકારી હોસ્પિટલમાં 8 દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલમાં દવાઓની અછત હોવાનું જણાવાયું છે. અછત હોવાથી સમયસર દર્દીઓને દવાઓ મળી નહોતી તેથી તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે. જેમાં 12 શિશુઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. આ મામલો નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલનો છે. પુખ્ત વયના જે દર્દીઓના મોત થયા છે તેમના મોટાભાગના સાપ કરડ્યો હતો અને તેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.
હોસ્પિટલના ડીને કહ્યું કે વિવિધ બીમારીઓને કારણે છેલ્લા 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે જેમાંના મોટાભાગના સર્પદંશના કિસ્સા હતા. 12 નવજાતના પણ મોત થયા છે.