રામ રાખે તેને કોણ ચાખે ઉનાળાની ગરમી કરતાં પણ ભાદરિયો તાપ વધારે અસહ્ય લાગે, ત્યારે મહિલા પોતે ‘‘પાપી પેટ કા સવાલ હે’’ સવાર હોય કે બપોર ફરીશું તો ખાઈશું ત્યારે આજે લોકો રોડ રસ્તા પર કચરો, કાગળિયા પ્લાસ્ટિકની બોટલ, ફેંકી દેતા હોય છે ત્યારે લોકો માટે ભલે વેસ્ટ હોય પણ આ શ્રમજીવી માટે બેસ્ટ કહેવાય છે, જેટલી બોટલ ભેગી કરે તેમાં સાંજ સુધીમાં ૨૦૦ જેવી રૂપરડી મળી જાય આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી લઈને મુખ્યમંત્રી પણ સાફ-સફાઈ ઝુંબેશ કચરો કચરા પેટીમાં નાખવાની સૂચના આપીને પોતે સાફ-સફાઈ કરીને દેશને મેસેજ આપી રહ્યા છે, ત્યારે વધારે નહીં તો કચરો કચરાપેટીમાં નાખવાની લોકોની આદત પડે તો રોડ રસ્તા પર કચરો દેખાય નહીં તસવીર ઘણું બધું જ કહી જાય છે, તસવીરમાં એક બાળકી પોતે બેઠી છે, તે મોટા વાહનો અને મોંઘીદાટ ગાડીઓને જાેઈને ખુશી અનુભવી રહી છે પણ ગાડીમાં બેસવાવાળા અને તમામ લગ્ઝૂરીયસ સગવડ છતાં હસી શકતા નથી, ભાગદોડની જિંદગીમાં સાત પેઢીનું કમાવવાની લ્હાયમાં ને લ્હાયમાં દોટ લગાવી રહ્યા છે, ત્યારે શું કામ? માણસને પેટ ભરવા કેટલું જાેઈએ? અંબાણી, તાતા બિરલા, કોઈ કશું ઉપર લઈ ગયું નથી કોઈ લઈ જવાનું નથી આ માર્મિક શબ્દ લોકોને ખબર હોવા છતાં સમજાતો નથી, આ માર્મિક શબ્દ સમજાઈ જાય તો કોઈ ભૂખે સુવે ખરો? ના, પણ સ્મશાનમાં કોઈ ગુજરી ગયું હોય તો અનેક વિચારો સારા આવે અને ઘરે માથે લોટો પાણીનો રેડી લે એટલે પાછા પોતાની જિંદગીમાં ભાગદોડમાં રેડી થઈ જાય, બાકી શ્રમજીવી સામે પણ જુઓ કુદરતે આપ્યું છે, તો આ લોકો માટે પણ વાપરો પુણ્યશાળી આત્માને જ પૈસો મળે છે અને ચાન્સ મળે છે પણ વાપરવાની જીગર જાેઈએ ત્યારે તસવીરમાં તડકામાં તપતી આ બાળકી બીમાર પડી જશે તો? આ બધો ડર ભગવાન ઉપર છોડી દેનારા શ્રમજીવી માટે પણ ભગવાન હાજરાહજૂર છે કેટલા ગરીબો મજૂરો કોરોનામાં મૃત્યુ પામ્યા? આ બધા એસ આરામિ અને એસી માં રહેનારા તથા ર્નિજીવ એવી અકુદરતી ચીજ વસ્તુઓ વાપરનારાઓને રોગોએ ભરડો લીધો છે બાકી ગરીબોને અને શ્રમજીવીઓ ને નહીં
આજની પેઢી બાળકને સહેજ પણ વાગે તો દવાખાને નહીં પણ હોસ્પિટલ લઈ જાય અને માટી છાણ અને ગંદકી કહેતી લોકોના બાળકો હોસ્પિટલમાં બીમારી હેઠળ છે, બાકી દૂર રેતીમાં બાળકને રમવા દો, ડસ્ટબિનની વાતો કરીને બાળકોને ડસ્ટ બનાવી દીધા છે, ડસ્ટબીન અને ગરીબો માટેતો રેતી માટી છાણ ગારામાં રમવાવાળા બાળકો એન્ટિવાયરસ બન્યા છે, ત્યારે ડસ્ટબીનથી દૂર રહેનારા એન્ટિવાયરસ નહીં પણ વાયરસ બની ગયા છે, ત્યારે પહેલા બાળક પડી જાય તો શબ્દ ‘‘મા’’ આવતો આજે ‘‘આઉચ’’ આવે છે, એટલે ‘‘આઉચ’’ વાળા વાયરસ અને ‘‘મા’’ શબ્દ કહેનારા એન્ટિવાયરસ બન્યા છે, બાકી ગમે તેવા તડકામાં રહેનારા આશ્રમજીવીને પૈસો જહો જલાલી એસી, ગાડી, બંગલો ન આપ્યો તો કાંઈ નહીં પણ ઊંઘવાની ગોળી લેવી પડતી નથી, નીંદડી ખાટલે પડે એટલે આવી જાય, ત્યારે આજની પેઢી ગોળીઓ ખાઈને જીવી રહી છે, ડાયાબિટીસથી લઈને અનેક બીમારીઓ ફેલાઈ રહી છે, પણ શ્રમજીવીમાં ડાયાબિટીસ નથી પીએમ મોદીનું વિઝનને સમજાે આજની ૧૪૦ કરોડની જનતાને હેલ્થ આરોગ્ય વિશે ભાષણ આપે તો કોઈ સમજે નહીં ત્યારે તેમણે એક કલાક કરવાનું કહ્યું તેનું કારણ તમામ ૧૪૦ કરોડના દેશના નાગરિકોની ચિંતા છે, અને એક કલાકથી સ્વચ્છતાથી લઈને બીમારી પણ દૂર થઈ જશે, ત્યારે પીએમ મોદીના વિઝનને સમજાે, શ્રમદાન કરવું જરૂરી છે, ત્યારે એક કલાક રોજ કરશો તો બીમાર પડે તો કહેજાે? કારણ કે આવનારા વર્ષોમાં બીપી ડાયાબિટીસ જે ભરડો લેવાનો છે, તે પહેલા પીએમ પોતે પાળ બાંધવા માટે લોકોને હાંકલ કરી રહ્યા છે, ત્યારે શ્રમદાન એ હેલ્થ સ્વચ્છતા થી લઈને અને કાર્યમાં મોટું દાન જાેવાશે