ઈસ્કોન બ્રિજ અકસ્માત: ઘાયલ જય અહાણ નામનો યુવક 28 લાખ રૂપિયા જેટલી ૨કમ ખર્ચ્યા બાદ પણ હજુ સાજો થયો નથી

Spread the love

ઈસ્કોન બ્રિજ પર 142થી વધુની બેફામ ઝડપે જેગુઆર કાર હંકારી એકસાથે નવ લોકોને ઉડાવી મોતને ઘાટ ઉતારવાના કસેમાં તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીનો આજે રાજય સરકાર તરફથી જોરદાર વિરોધ કરાયો હતો. જો કે, કેસની સુનાવણી દરમ્યાન સરકારપક્ષ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરાયો હતો કે, તથ્યએ સર્જેલા અકસ્માતમાં નવના મોત ઉપરાંત જે દસથી વધુ લોકો ઘાયલ થયા હતા, તેમાંથી ઘાયલ જય અહાણ નામનો યુવક 28 લાખ રૂપિયા જેટલી અધધધ… ૨કમ ખર્ચ્યા બાદ પણ હજુ સાજો થયો નથી.

તે હજુ કોમામાં અને બેભાન અવસ્થામાં છે. ગ્રામ્ય કોર્ટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.એમ.વ્યાસે આ ઘટનાની બહુ ગંભીર નોંધ લઈ ઇજાગ્રસ્ત યુવકને સરકારના ખર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવા અને અદાલતને તેનો રિપોર્ટ કરવા માટે મહત્ત્વનો હુકમ કર્યો હતો.

તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતી દલીલોની સાથે સાથે રાજય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ બહુ સંવેદનશીલ મુદ્દો પણ કોર્ટના ધ્યાન પર મૂક્યો હતો કે, તથ્યએ સર્જેલા અકસ્માતમાં જે ઇજાગ્રસ્તો થયા હતા. તે પૈકીના જય ભાઇલાલભાઇ ચૌહાણ નામનો 21 વર્ષીય યુવક પણ બહુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પરંતુ તાજેતરમાં જ ડોકટરોએ હવે તેને સારૂ થઇ શકે તેમ નહીં હોવાથી ઘરે લઇ જવા તેના પરિવારજનોને સાફ શબ્દોમાં જણાવી દીધુ હતું.

આઘાતજનક વાત તો એ છે કે, જય ચૌહાણની સારવાર પાછળ 28 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ખર્ચ થયો છે અને છતાં હજુ તેને સારૂં થયું નથી કે તે સાજો થયો નથી. તે હજુ કોમામાં અને બેભાન અવસ્થામાં છે. તેના પિતાએ પોલીસ સમક્ષ નોંધાવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, તેમની પાસે હવે તેમના પુત્રની સારવાર કરાવવાના પૈસા નથી, તેઓ તેમના પુત્રને ઘેર જ લાચારીભરી અવસ્થામાં જોઇ પરિવારજનો પણ આઘાતમાં ગરકાવ છે. કોર્ટે આ બહુ ગંભીર અને અતિ સંવેદનશીલ હકીકત પરત્વે ચિંતા વ્યકત કરી તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત યુવક જય ચૌહાણને શહેરની સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારે સારવાર પૂરી પાડવા આદેશ કર્યો હતો અને આ અંગેનો રિપોર્ટ કોર્ટને કરવા જણાવ્યું હતું.

સરકારપક્ષ તરફથી તથ્યની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતી અન્ય દલીલોમાં જણાવાયુ હતું કે, આરોપી તથ્ય પટેલ વિરૂધ્ધ લકઝુરીયસ કારથી અકસ્માત સર્જી એકસાથે નવ લોકોને મારી નાંખવાનો સાપરાધ મનુષ્યવધનો અસધારણ અને બહુ ગંભીર પ્રકારનો કેસ છે. આવા કેસમાં આરોપી તથ્ય પટેલને કોઇપણ સંજોગોમાં આ કેસમાં બિનતહોમત છોડી શકાય નહીં. આરોપી વિરૂધ્ધ પ્રસ્તુત કેસમાં સાપરાધ મનુષ્ય વધની કલમ- 304 અને અન્ય કલમ-308ને લગતા ગુનાહિત તત્વો સ્પષ્ટપણે લાગુ પડે છે.

કેસના સંજોગો, હકીકતો અને સાક્ષીઓની જુબાની સહિતના પુરાવા પરથી પણ આ બાબત સ્પષ્ટ થાય છે. આરોપી તથ્ય પટેલે ઇરાદાપૂર્વક જાણીબુઝીને 141.2થી વધુની સ્પીડ પોતાની જેગુઆર કારની રાખી હતી. વર્ષ 2013માં પણ વિસ્મય શાહ નામના આરોપીએ બેફામ ઝડપે બીએમડબલ્યુ કાર હંકારી બે નિર્દોષ યુવકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને તે કેસમાં પણ વિસ્મય શાહ વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ લાગુ કરાઇ હતી. એ ગુનામાં આરોપી વિસ્મય શાહ તરફથી કરાયેલી ડિસ્ચાર્જ અરજી પણ જે તે વખતે કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ફગાવી દીધી હતી. સુપ્રીમકોર્ટના અને પ્રસ્થાપિત સાંતોને ધ્યાનમાં લેતાં આરોપી વિરૂદ્ધ સ્પષ્ટપણે ઇપીકો કલમ-304 અને 308 હેઠળનો પ્રથમદર્શનીય ગુનો બને છે . આરોપી તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજી બેબુનિયાદ અને કાયદાની નજરમાં ટકી શકે તેમ જ ના હોઇ કોર્ટે તેને ફગાવી દેવી જોઇએ. પક્ષકારોની સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે ચુકાદો તારીખ 9મી પર મુલત્વી રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com