મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા CM ડેશબોર્ડના માધ્યમથી ગીર જંગલના કર્મયોગીઓ સાથે એશિયાટિક લાયન અંગે તલસ્પર્શી સંવાદ યોજાયો

Spread the love

સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં વસતા એશિયાટિક લાયનના સંવર્ધન અને તેના વારસાના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ગુજરાતમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જે ગુજરાત સરકારની ગીરના સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ આજે તા. ૧૦મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર જંગલના DFO, RFO અને બીડ ગાર્ડ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું.

સમગ્ર વિશ્વમાં તા. ૧૦મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી આજે CM ડેશબોર્ડના માધ્યમથી ગીર જંગલના DFO-બીડ ગાર્ડ સાથે એશિયાટિક લાયન અંગે તલસ્પર્શી સંવાદ યોજ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કર્મયોગીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર એશિયા ખંડમાં એશિયાઇ સિંહોને સૌથી વધુ વસતી સાસણ ગીર એટલે કે ગુજરાતમાં જોવા મળે છે. વિશ્વમાં ગુજરાત એશિયાઈ સિંહો માટે પ્રસિદ્ધ છે. આપણે સૌએ સાથે મળીને એશિયાઈ સિંહોના જતન, સંવર્ધન અને સુરક્ષા કરીને એશિયાઇ સિંહોના વારસાને જાળવી રાખીને આગળ વધારવાનો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સિંહોમાં કોઈ પ્રકારના રોગચાળો ન ફેલાય તે માટે સઘન વ્યવસ્થા ઊભી કરીને સિંહોનું જતન કરવું પડશે. મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ નિમિત્તે ગીર જંગલમાં દિવસ-રાત સિંહોનું રક્ષણ કરતા DFO, RFO અને બીડ ગાર્ડને અભિનંદન આપીને શુભેચ્છાઓ આપી હતી.

મુખ્યમંત્રી સાથે સંવાદમાં સાસણ ગીરના DFO ડૉ. મોહનરાયે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષે ૧૦મી ઓગસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસના રોજ લોકોમાં સિંહ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાસણ ગીર ખાતે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આ ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવી છે. જેમાં ગુજરાત, ભારત અને આફ્રિકા સહિત વિવિધ દેશોના એશિયાઈ લાયન પ્રેમી સમર્થકો જોડાયા હતા. એશિયાટીક લાયન એટલે કે સિંહો અમારો પરિવાર છે તેના સંવર્ધન માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે તજજ્ઞ ડોક્ટરોની ટીમ અને વિવિધ સ્થળ ઉપર રેસ્ક્યુ સેન્ટર શરૂ કરીને સતત સિંહ ઉપર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું. આ સંવાદમાં સાસણ ગીરના આરએફઓ  જયબહેન, બીડ ગાર્ડ હરીકિશનભાઈ અને શક્તિભાઈ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com