હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં એવો નરસંહાર કર્યો કે જોનારના હાજા ગગડી ઉઠે. ગાઝા પટ્ટી પાસે એક મ્યુઝિક ફેસ્ટિવલના સ્થળેથી 260 મૃતદેહો મળી આવ્યા છે. ઈઝરાયેલની બચાવ સેવા જાકાનું કહેવું છે કે આ આંકડો હજુ પણ મોટો હોઈ શકે છે. રજાના દિવસે મોટી સંખ્યામાં લોકો સંગીત સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. હમાસના આતંકવાદીઓએ કિબુત્ઝ રીમ પાસે નેચર પાર્ટીમાં લોહીની હોળી રમી હતી.
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શનિવારે કહ્યું હતું કે પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ગાઝામાં ઘાતક રોકેટ છોડ્યા પછી અને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ બાદ બંદૂકધારીઓને ઇઝરાયલી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. પછી દેશ યુદ્ધની સ્થિતિમાં છે. હુમલાના જવાબમાં ઇઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા શરૂ કર્યા કારણ કે નેતન્યાહુએ “દુશ્મન પાસેથી ભારે કિંમત વસૂલવાની” પ્રતિજ્ઞા લીધી હતી.