પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા બાદ બુધવારે (11 ઓક્ટોબર) પાંચમા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું. દરમિયાન, ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવાની જાહેરાત કરી છે.
Launching #OperationAjay to facilitate the return from Israel of our citizens who wish to return.
Special charter flights and other arrangements being put in place.
Fully committed to the safety and well-being of our nationals abroad.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 11, 2023
વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, “ઈઝરાયેલથી ભારત આવવા ઈચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.