શહેરમાં સૌથી મોટો ત્રસ્ત પ્રશ્ન ગરબાના પાસ,” કેસરિયા” ગરબાના પાસની ચોરી થઈ
Gj- 18 ખાતે આવતીકાલે ગરબા નો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે નવા અલબેલા ગરબા ધારકે “કેસરિયા” નામથી નવા ગરબા મહોત્સવનો પ્રારંભ કર્યો છે, ત્યારે ઘણા જ કાર્યકરોથી લઈને મિત્રો ,વર્તુળમાં ગરબાના પાસ આપવામાં આવ્યા હતા, ત્યારે ઘણી ફરિયાદો ગરબાના પાસ ચોરાઈ ગયા હોવાની પણ સામે આવી છે ત્યારે એક અખબારે ગરબા પાસ ચોરાઈ જતા પોતે તેનો નંબર મેળવવા કોશિશ કરી હતી, પણ પાસ વિના મૂલ્યે આપ્યા હતા ,તેમાં રજીસ્ટરમાં નંબરની નોંધ ન હતી ,જેથી હવે કરવું શું? ત્યારે ગરબા અયોજક “કેસરિયા” ગ્રુપને ચર્ચા કરતા તેમણે બીજા પાસ આપ્યા હતા.
શહેરમાં હાલ ક્રિકેટ ભારત- પાકિસ્તાનની મેચ ના હવે ગરબાના પાસની લાવ – લાવ થઈ ગઈ છે, ત્યારે ગરબાના પાસની પણ ચોરી થતા ચર્ચાનો વિષય બન્યો છે ,બાકી ઘરફોડ ચોરી ,લૂંટ સાંભળી છે, પણ ગરબાના પાસની ચોરી એટલે લોકો ક્યાં ક્યાં હાથ નાખી રહ્યા છે? તે ચર્ચા બની છે.
બોક્સ:-
ચોરી ,લૂંટ ચેઇનસ્નેચર જેવા બનાવો બનતા અને તે લાખો રૂપિયાની મતાના, ત્યારે હવે ગરબાના પાસની ચોરી થતા કેટલી મંદી અને કેટલી કપરી સ્થિતિ છે કે ગરબાના પાસ પણ ચોરી થવા માંડ્યા છે.