મહેમુદ બેગડા : ગુજરાતનો છઠ્ઠો સુલતાન, જેમણે નાનપણથી જ ઝેર પીવાનું શરૂ કરી દીધું હતું

Spread the love

ઈતિહાસમાં એક કરતા વધુ શાસકો રહ્યા છે, જેમની ઈતિહાસમાં આજે પણ ચર્ચાઓ થાય છે. ઘણા રાજાઓ અને સમ્રાટો તેમની યુદ્ધ કલા માટે જાણીતા છે અને કેટલાક તેમની સમજદારી અને બુદ્ધિમત્તા માટે જાણીતા છે. કેટલાક તેમની પ્રજાના કલ્યાણ માટે સંપૂર્ણ રીતે સમર્પિત હતા, જ્યારે કેટલાક તેમના પર ક્રૂરતાની તમામ હદો વટાવી ચૂક્યા હતા.

આ જ સમયે ઇતિહાસમાં ઘણા એવા રાજાઓ થયા છે, જેમની સ્ટોરીઓ ખૂબ જ ડરામણી અને ખતરનાક છે. આજે અમે તમને એવા જ એક રાજા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઈતિહાસનો સૌથી ઝેરી રાજા હોવાનું કહેવાય છે. અમે વાત કરી રહ્યા છીએ મહેમૂદ બેગડાની

ઈતિહાસના પાના ફેરવીએ તો ખબર પડે છે કે સુલતાન મહમૂદ બેગડા ઝેરી જન્મ્યા નહોતા, પણ તેમણે પોતાના શરીરને એવું બનાવ્યું હતું. આવું કરવા પાછળનું કારણ દુશ્મનોથી પોતાનો જીવ બચાવવાનું હતું. આથી તેમણે નાનપણથી જ ઝેર પીવાનું શરૂ કરી દીધું હતું.

રાજા મહેમૂદ બેગડા વિશે એવું કહેવાય છે કે તેમના શુભચિંતકોએ તેમને બાળપણથી જ ઝેર આપવાનું શરૂ કરી દીધું હતું, જેથી કોઈ દુશ્મન તેમને ઝેર આપીને સરળતાથી મારી ન શકે. આ કારણે રાજાનું શરીર જ નહીં, પરંતુ તેમનું લોહી પણ સામાન્ય લોકો અને મચ્છર અને માખીઓ જેવા જીવો માટે ઝેરી બની ગયું હતું.

એવું કહેવાય છે કે જ્યારે માખી તેના શરીર પર બેસતી તો તુરંત મરી જતી હતી. કહેવાય છે કે મહમૂદ બેગડા સિંહાસન પર બેસીને રાજ ન કરી શકે એ માટે નાનપણમાં જ એને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડાયું હતું. જોકે, આ ઝેરથી રાજાનું મોત થયું ન હતું પણ તેમણે નાનપણથી ઝેર ખાવાનું શરૂ કરી દીધું હતું.

મહેમુદ બેગડા ગુજરાતનો છઠ્ઠો સુલતાન હતો. તમને જણાવી દઈએ કે મહમૂદ શાહ પ્રથમ ને ‘મહમુદ બેગડા’ તરીકે ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ ‘અબુલ ફત નાસિર-ઉદ્દ-દિન મહમૂદ શાહ પ્રથમ’ હતું. તેમણે 25 મે 1458 થી 23 નવેમ્બર 1511 સુધી ગુજરાત પર શાસન કર્યું. ગુજરાતના સુલતાનોમાં મહમૂદ શાહ પહેલો સૌથી અગ્રણી અને સૌથી મોટો સુલતાન હતો.

જ્યારે મહમૂદ બેગડાએ ગાદી સંભાળી ત્યારે તે માત્ર 13 વર્ષનો હતો. તેમણે 52 વર્ષની ઉંમર સુધી શાસન કર્યું. ગિરનાર અને ચાંપાનેર જીત્યા બાદ મહમુદ શાહ પ્રથમને બેગડાનું બિરુદ આપવામાં આવ્યું હતું. ચાંપાનેર જીત્યા બાદ તેણે તેને પોતાની રાજધાની બનાવી.

મહમૂદ બેગડા વિશે એવું પણ કહેવાય છે કે તે પોતાની દાઢી અને મૂછો ખૂબ લાંબી રાખતો હતો, જેથી તેની આસપાસના લોકો તેનાથી ડરે અને તેના દુશ્મનોને તેને ભયાનક નજર આવે. કહેવાય છે કે આ રાજા એક દિવસમાં 35 કિલો ભોજન ખાતો હતો. મહમૂદ શાહ પ્રથમની જીવનશૈલી અને પહેરવેશ એવો હતો કે તે ખૂબ જ ખતરનાક લાગતો હતો. એવું પણ કહેવાય છે કે તેના દરબારીઓ પણ એનાથી વધુ ભયાનક પોશાક પહેરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com