શહેરમાં ગરબાની મોસમ ખીલી છે, ત્યાં સર્કલોથી લઈને મુખ્ય માર્ગો ઉપર પંડાલો મોટા-મોટા ઝૂંપડા મંડપો બાંધીને ૧ હજાર વારની જગ્યા બાપની હોય અને સરકારે તથા તંત્રએ લાયસન્સ આપી દીધું હોય, ત્યાં બેરોકટોક બિનઆરોગ્યપ્રદ ચીજ વસ્તુઓનું રાત્રે ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ફાફડા જલેબીનો નાસ્તો કરવા રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ રાત્રીના ૪ વાગ્યા સુધી સર્કલો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Gj-૧૮ ના મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બિન આરોગ્યપ્રદ ચીજ વસ્તુઓ વેચતા તત્વો સામે લાલ આંખ તો કરી, પણ રાત્રે આ લોકો ને કોઈ પૂછવા વાળું નથી, બેરોકટોક અને કોઈ કંપની કે કોઈ પ્રોડક્ટ નહીં, મંડપો બાંધ્યા અને મંડપો છોડીને પછી ઘરભેગા, ત્યારે બિન આરોગ્ય ચીજ વસ્તુઓ રોડ-રસ્તા પર ખાતા અનેક નાગરિકોની સલામતીનું શું? દુકાનદારને સામે કાર્યવાહી થાય, સરનામું પણ ખરું? ત્યારે રોડ-રસ્તા પર ઝુપડા બાંધીને વેપલો કરતા અને મસમોટા ઝુપડા મંડપો બાંધીને પછી ધંધો પૂર્ણ થાય એટલે નૌ-દો-ગ્યારા થઈ જતા આ તત્વો, વેપારીઓ સામે નમૂના લેવાની જરૂર છે,
બોક્સ :-
કમિશનરશ્રી રાત્રે બેટિંગ કરો અને આ બધાના નમુના ટેસ્ટ કરો, તકલાદી માલ ઉપરાંત ફાફડા, ચોળાફળી અને ચટણીના નમૂના લો, મંજૂરી વગર બેફામ ઝૂંપડા, મંડપોમાં લાખોનો વેપલો, મહાનગરપાલિકા જગ્યાનું ભાડું વસુલે તો લાખોનો સ્ક્વેરફુટ મુજબ ભાડું મળે અને આવક થાય,