GJ-૧૮ ના પંકજ આહીર દ્વારા ગોળની કંપની તથા ‘‘ડિમાર્ટ’’ સામે કરેલ ફરિયાદનું વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી
ગુજરાતમાં નહીં, દેશમાં અત્યારે લાખો ગ્રાહકોને પોપટ કંપનીઓ વાળા બનાવી રહ્યા છે, ત્યારે ૫૦થી ૧૦૦ રૂપિયાની ચીજ વસ્તુમાં ગ્રાહક પોતે ફરિયાદ કરવાનું ટાળે છે, તેનો લાભ નહીં પણ લાભમલાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે, અને હવે તો એક્સપાયરી ડેટ ના નવા સ્ટીકરો લગાવીને તડકા લગાકે વેચવા જતા અને એક ગ્રાહકે કંપની વેચાણ કરનારી અને ‘ડી માર્ટ’ બંનેને ઊંધા કાન પકડાવ્યા હતા, ત્યારે ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહિયે તેમ ઝુકતે હૈ વેપારી ગ્રાહક ઝુકાનેવાલા ચાહિયે, તેમ જીજે-૧૮ સેક્ટર-૨૬ ખાતેથી ખરીદેલ ગોળ ની કિંમત ૬૫ રૂપિયા સામે ઙ્ઘદ્બટ્ઠિં અને જગેરી ગોળની કંપનીને સંયુક્ત ૧,૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સોશિયલ મીડિયાથી લઈને ભારતમાં ફરિયાદી પોતે નેશનલ હીરો બની ગયો, ત્યારે નેશનલ હીરોનો ઓટોગ્રાફ અને કેટલા મહિના કોર્ટમાં લડત આપી, તે રોમાંચક સ્ટોરી સાંભળવા માણસાના વિદ્યાર્થીઓ આજે ગ્રાહકનો કોન્ટેક્ટ કરીને પહોંચ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર માણસા ની ડીડી પટેલની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રાહક પંકજ આહીરની મુલાકાત લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓએ પ્રશ્નો કર્યા હતા તેમાં કેટલા મહિના કેસ લડ્યા અને ફક્ત ૬૫ રૂપિયાનોગોળ માટે આટલું લડ્યા તે બદલ વિદ્યાર્થીઓએ સન્માન કર્યું હતું, અને ઓટોગ્રાફ પણ માંગ્યો હતો, ઓટોગ્રાફ માંગ્યા બાદ વિદ્યાર્થીઓએ પૂછેલ કે તમે આ કેસ જાતે લડ્યા હતા, ત્યારે ગ્રાહક જણાવેલ કે હા હું જાતેરજૂઆત કરી હતી, ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું કે અમને જણાવો તમે ગ્રાહકોના નિયમો અને ગ્રાહકોને પડતી બાબતો ત્યારે જણાવેલ કે ૫૦ થી ૧૦૦ રૂપિયાની ચીજ વસ્તુઓનું બિલ લેવાનું આગ્રહ રાખો નાની કિંમત હોય તો પણ ફરિયાદ કરવાનું રાખોસૌએ જાગવું પડશે ભેળસેળીયાઓને નાથવા સૌ કોઈની જાગૃતતા જરૂરી છે, ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઓટોગ્રાફ લીધો હતો.
બોક્સ:-
જાગો ગ્રાહકો જાગો, એમઆરપી તથા ખાસ એક્સપાયરી ડેટ ગ્રાહકો જાેઈએ અને એક્સપાયરી ડેટ નો માલ વેચાતો હોય તો ખરીદો અને બિલ લઈ લો વેપારીને જણાવશો નહીં, ફરિયાદ કરવાનું નક્કી કરો તો દેશમાં ક્રાંતિ આવશે,
હવે એક્સપાયરી ડેટ જે ચીજ વસ્તુઓની જેટલા મહિના હોય તેમાં હવે અડધી એક્સપાયરી ડેટ સુધીનું લો, કારણકે ગોળમાં એક્સપાયરી ડેટ ૬ મહિના હતી અને હવે કંપનીઓ નવ મહિનાથી લઈને એક વર્ષ લખવા માંડી છે જેથી જે એક્સપાયરી ડેટ હોય તેમાં હવેથી ગ્રાહકો અડધી જ ગણવી જે ચીજ વસ્તુને લેશો નહીં ૬૫ રૂપિયાના ગોળમાં મળેલ ન્યાય સંદર્ભે જણાવેલ કે નાની કિંમત હોવા છતાં લડત આપીને બીગ બન્યા, તો દરેક ગ્રાહક બિગ જ છેઃ પંકજ આહીર