ઝૂ ખાતામાં ર્ડા.સાહુના નિવૃતિ બાદ સર્વ જે.શાહ ની એક વર્ષના પ્રોબેશન ઉપર નિમણૂક
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા તથા તેની સંલગ્ન સંસ્થામાં સાતમા પગાર પંચ મુજબ લેવલ ૯ પે મેટ્રીકસ રૂ.૫૩૧૦૦ / ૧૬૭૮૦૦ ની ગ્રેડની ઉપરની ગ્રેડમા નિમણૂક કરવા જુદી જુદી કુલ ૩ દરખાસ્તો સમયાંતરે કરવામા આવેલ જે દરખાસ્ત ધ્યાને લઈ મેયરના અધ્યક્ષસ્થાને તા.૨૦.૧૦.૨૦૨૩ ના રોજ બપોરના ૦૩.૦૦ કલાકે મળેલ સ્ટાફ સિલેકશન એન્ડ એપો કમિટી દ્વારા નીચે મુજબના કામોની મંજૂરી આપવામા આવેલ છે.
(૧) ઝૂ ખાતામાં ર્ડા.સાહુના નિવૃતિ બાદ ખાલી પડેલ ઝૂ સુપ્રિ.ની જગ્યા સીધી ભરતીથી ભરવા માટે કમિટી દ્વારા ઈન્ટરવ્યુ લઈ પસંદગી કરી પસંદગી પામેલ ઉમેદવાર સર્વ જે.શાહ ની એક વર્ષના પ્રોબેશન ઉપર નિમણૂક કરવા મંજૂરી આપવામા આવેલ છે.
(૨) ઈજનેર ખાતામા એડીશનલ સીટી ઈજનેર ખાલી પડેલ અને સીધી ભરતીથી ભરવાની ૦૩ જગ્યા માટે કમિટી દ્વારા ઈન્ટરવ્યુ લઈ પસંદગી કરી પસંદગી પામેલ (૧) રાકેશ પી બોડીવાલા (ર) પ્રેમલ આર શેઠ (3) સંજય જે સુથારને એક વર્ષના પ્રોબેશન ઉપર નિમણૂક કરવા મંજૂરી આપવામા આવેલ છે.
(૩) લાઈટ, એસ.ટી.પી તેમજ દૂ વો વર્કસ ખાતામા એડીશનલ ચીફ એન્જીનીયરની ખાલી પડેલ અને સીધી ભરતીથી ભરવાની ૦૧ જગ્યા માટે કમિટી દ્વારા ઈન્ટરવ્યુ લઈ પસંદગી કરી પસંદગી પામેલ શ્રી અમીત એસ સંધવી ને એક વર્ષના પ્રોબેશન ઉપર નિમણૂક કરવા મંજૂરી આપવામા આવેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિક સેવાની કામગીરી વધુ સક્ષમ બનાવવા વહીવટ/ ઇજનેર / હેલ્થ / ટેક્ષ / સોલીડ વેસ્ટ મેને / એસ્ટેટ – ટી.ડી.ઓ / ફાયર બ્રિગ્રેડ તેમજ અન્ય ખાતાની ખાલી જગ્યા ભરવા માટેની કાર્યવાહી તેમજ નાગરીક સેવાના અગત્યના ખાતાનુ રી શીડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમા નીચે મુજબ બઢતીથી તેમજ સીધી ભરતીથી નિમણૂક કરવામા આવેલ છે.