વિશ્વની સૌથી મોટી મહામારી બનેલ કોરોના સામે અસરકારક કવચ બનેલી ફાઇઝર ફાર્માસ્યુટિકલ કંપનીની કોરોના વેક્સિનમાં કેન્સર પેદા કરનાર સિમિયન વાયરસ-40ના ડીએનએ સિક્વન્સની હાજરી મળી આવતા સમગ્ર વિશ્ર્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ફાઇઝરની કોરોનાની રસીમાં એસવી-40 ડીએનએની સિક્વન્સની હાજરીના પ્રારંભિક પૂરાવાઓને લઇને હાથ ધરાયેલા સંશોધનમાં આ વાયરસ કેન્સર પેદા કરનાર ગણવામાં આવે છે.
જો કે, અહેવાલ અંગે ફાઇઝરે અગાઉ કંઇ પણ સ્પષ્ટતા કરી નથી. રિપોર્ટના અહેવાલ બાદ વૈજ્ઞાનિકોમાં પણ આ અંગેની ચર્ચા અને સંશોધન શરૂ થયા છે. વિશ્વભરના વૈજ્ઞાનિકોમાં શરૂ થયેલી ચર્ચામાં એવું કહેવામાં આવે છે કે ફાઇઝરની કોરોના રસીમાં જે એસવી-40 સિમિયન વાયરસના ડીએનએ સિક્વન્સ મળ્યા છે. તે કેન્સર માટે સંભવિત: કારણભૂત બની શકે છે. જો કે, કેટલાક લોકો હજુ આ સંભાવના સાથે સહમત નથી. કેન્સર થવાની સંભાવનાની દહેશત સામે કેટલાક વૈજ્ઞાનિકોએ એસવી-40 ડીએનએ સિક્વન્સને કેન્સર સાથે કોઇ લેવા-દેવા નથી. તેવો દાવો પણ કર્યો છે.
પ્રારંભિક ફાઇલિંગ સમયે ફાઇઝર પ્લાઝમિડનો સંપૂર્ણ ડીએનએ ક્રમ પ્રદાન કરવામાં આવ્યો હોવા છતાં, પ્રાયોજકે એસવી40 ક્રમને ખાસ ઓળખ્યો ન હતો. નિયમનકારે જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકો કેવિન મેકકેર્નન અને ડો. ફિલિપ જે. બેચહોલ્ટ્સે આ વર્ષની શરૂઆતમાં રસીઓમાં એસવી40એ વધારનારની હાજરીનો મુદ્દો જાહેરમાં ઉઠાવ્યો હતો.