અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ
અમદાવાદ
ફોરચ્યુન બિલ્ડસ દ્વારા ૨૬.૫૦ % વધુ એટલે કે રૂા.૯.૫૯ કરોડના ટેન્ડર સામે રૂા. ૧૨.૧૩ કરોડનું ટેન્ડર ભરેલ એટલે કે ટેન્ડરની અંદાજીત ૨કમ કરતાં રૂા.૨.૫૫ કરોડ જેટલી માતબર રકમનું સિંગલ ટેન્ડર : સમગ્ર એન્જીનીયરીંગ વિભાગની કામગીરી શંકાના દાયરામાં
અમદાવાદ
રોડ એન્ડ બિલ્ડીગ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલ દરખાસ્ત અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુ.કોર્પોના ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં પ્રોફાઇલ મુજબ નવા રોડ બનાવવા,જુના રોડ રીગ્રેડ કરી રીસરફેસ કરવાનાં તેમજ જરૂરીયાત અનુસાર હોટ મીક્ષ મટીરીયલ સપ્લાય કરવાના કામના અંદાજીત રકમ રૂા.૯.૫૯ કરોડનું પ્રથમવાર ટેન્ડર બહાર પાડેલ તેના અનુસંધાને તે કામમાં એક માત્ર ટેન્ડર૨ ફોરચ્યુન બિલ્ડસ દ્વારા ૨૬.૫૦ % વધુ એટલે કે રૂા.૯.૫૯ કરોડના ટેન્ડર સામે રૂા. ૧૨.૧૩ કરોડનું ટેન્ડર ભરેલ એટલે કે ટેન્ડરની અંદાજીત ૨કમ કરતાં રૂા.૨.૫૫ કરોડ જેટલી માતબર રકમનું સિંગલ ટેન્ડર આવેલ હતું નવાઇની વાત એ છે કે કામનો અભ્યાસ કરતાં કામ કેવા પ્રકારનું કરવાનું છે. તે બાબતે તંત્ર દ્વારા બે મોઢાની વાતો કાળજી પૂર્વક કરવામાં આવેલ છે કેટલો નવો રોડ બનાવવાનો છે કે કેટલો રોડ રીસરફેસ કરવાનો છે પછી કેટલું હોટ મીક્ષ મટીરીયલ સપ્લાય કરવાનું છે. તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલ નથી.પરંતુ નવાઇની વાત એ છે કે આ કામમાં સીંગલ ટેન્ડર આવેલ છે કામનો અભ્યાસ કરતાં કામ સામાન્ય પ્રકારનું છે. આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા યેનકેન પ્રકારે કામ મેળવી લેવામાં આવેલ છે તે સ્પષ્ટ જણાઇ આવે છે.માટે મોટો ભષ્ટ્રાચાર કરવામાં આવેલ હોય તેવી સંભાવના હોય તેવું જણાય છે. છેલ્લા કેટલાક સમયથી ટેન્ડર કયાંક તો સીંગલ આવે છે અથવા કોઇ કારણોસર બીજા ટેન્ડરને વિવિધ ઉપજાઉ કારણો દર્શાવીને ડીસકવોલીફાય કરી દેવામાં આવે છે એન્જીનીયરીંગ વિભાગ દ્વારા ટેન્ડરની અંદાજીત રકમ નકકી કરવામાં આવે અને ટેન્ડર ૨૬.૫૦ % વધુ આવે આટલો મોટો તફાવત શક્ય નથી એટલે કે ક્યાં અંદાજ ખોટો છે ક્યાં કામમાં ભષ્ટ્રાચાર કરવામાં આવ્યો હોય તે બાબત સ્પષ્ટ છે. આ એક ગંભીર બાબત છે. આ અંગે સમગ્ર એન્જીનીયરીંગ વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી જાય છે.
આવા પ્રકારના કામોમાં સત્તાધારી પક્ષના છુપા આર્શિવાદ પણ સામેલ હોય છે. પ્રોજેકટના કામો કરોડો રૂા.ના હોય છે ત્યારે આવા કામોમાં વિવિધ કોન્ટ્રાકટરોની અને અધિકારીઓની સત્તાધારી ભાજપ સાથે સાંઠગાંઠ હોઇ તેની તપાસ કરવી જોઇએ આ કામમાં પણ પાર્ટીઓ દ્વારા યેનકેન પ્રકારે કામ મેળવી લીધું છે જેથી તંદુરસ્ત હરીફાઇ થકી ભાવમાં ધટાડો થાય માટે ઉપરોક્ત કામ પરત કરીને રી-ટેન્ડર કરવું જોઇએ અન્યથા આ કામ બાબતે અમારો વિરોધ છે.