સખી ક્રેડિટ સોસાયટી જ્વેલર્સ દ્વારા નાની બચત થી સોનાના દાગીના આપવાનો નવતર પ્રયત્ન કરેલ છે
અમદાવાદ
આજ રોજ તારીખ 24/10/ 2023 ના રોજ ચાંદખેડા મુકામે સખી કો ઓપરેટીવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીની સાતમી બ્રાંચનું ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા અને કોંગ્રેસના દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સખી સોસાયટી સમાજના ગરીબ વંચિત અને મધ્યમ વર્ગીય મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે કાર્યરત છે. બહેનોને ક્યુ આર કોડ મોબાઈલ બેન્કિંગ ઇન્ટરનેટ બેન્કિંગ જેવી સુવિધાઓ આપીને ડિજિટલ સુસજજ કર્યા છે, સખી ક્રેડિટ સોસાયટી જ્વેલર્સ દ્વારા નાની બચત થી સોનાના દાગીના આપવાનો નવતર પ્રયત્ન કરેલ છે, સખી ક્રેડિટ સોસાયટી નો વ્યાપ વધારવા ગુજરાતમાં પાટણ, વટવા, બાપુનગર, ભુજ અને ધાંગધ્રા જેવા વિવિધ શહેર ખાતે શાખાઓ શરૂ કરવામાં આવેલ છે, આ બ્રાન્ચ નેટવર્કના ભાગરૂપે હવે ચાંદખેડા બ્રાન્ચનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર, ઉપનેતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ અને ધારાસભ્ય દાણીલીમડા વિધાનસભા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેલ, નૌશાદ સોલંકી પૂર્વ ધારાસભ્ય, દસાડા વિધાનસભા અને નેશનલ કોર્ડીનેટર એલડીએમ પણ ઉપસ્થિત રહેલ, ડૉ યોગેશ મૈત્રક, ફાઉન્ડર અને ચેરમેન વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશન, માન. ડોક્ટર મનીષ દોશી મુખ્ય પ્રવક્તા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ કમિટી, હિતેન્દ્ર પીઠડીયા ચેરમેન અનુજાતી ડિપાર્ટમેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી, હેમાંગ રાવલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, હિરેન બેન્કર પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી, મનુભાઈ પરમાર પ્રમુખ વણકર સેવા સંઘ ચાંદખેડા, ભીખુભાઈ ભાલાકીયા પ્રમુખ સંત શિરોમણી રોહીદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા, પ્રવીણભાઈ બી પ્રેમલ નામાંકિત ઉદ્યોગપતિ ચાંદખેડા, દિપક પરમાર ઈ ડી અને સીઈઓ અબારીશ હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ સાથે ના આ તમામ મહાનુભાવો ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલ.સૌપ્રથમ શાખાનું ઉદ્ઘાટન રીબીન કાપીને કરવામાં આવ્યું, ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને બુદ્ધ વંદના કરવામાં આવી, પાલડી જ્ઞાન કેન્દ્રના નૃત્ય વૃંદ તરફથી સ્વાગત ગીત પણ રજુ કરવામાં આવ્યું, સખી કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન સુશ્રી પ્રીતિ પ્રિયદર્શિ દ્વારા શબ્દ સુમન થી સ્વાગત કરવામાં આવ્યું,
ડૉ યોગેશ મૈત્રકે સંસ્થાનો વિગતવાર પરિચય આપેલ અને પંચમાર્ગીય મોડલ વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી, માન શ્રી મનુભાઈ પરમાર તરફથી ગમે ત્યારે સહકાર જોતો હોય ત્યારે અમે સહકાર આપવા તૈયાર છીએ તેવી હૈયાધારણ આપવામાં આવી. ડૉ મનીષ દોશી મુખ્ય પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી તરફથી સંસ્થા ખૂબ જ પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા, દસાડાના પૂર્વ ધારાસભ્ય એવા નૌશાદ સોલંકીએ વિમેન એમ્પાવરમેન્ટ કોર્પોરેશનથી લઈને સખી કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની યશ ગાથા કહી, સમ્રાટ અશોક થી લઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અશોક વિજયા દશમીના દિવસે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એના વિશે વિસ્તૃત છણાવટ કરી, શૈલેષ પરમાર ઉપનેતા,વિરોધ પક્ષ, ગુજરાત વિધાનસભા તરફથી સમાજની પ્રગતિ વિશેની વાત કરી, સાથે સાથે શિક્ષણ સંગઠન અને એકતા વિશે સમાજ કઈ તરફ જઈ રહ્યો છે તેના વિશે પણ વાત કરી, સમાજને જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે મારી પાસે ચાલ્યા આવજો, હું સમાજની મદદ કરવા માટે હર હંમેશ તૈયાર રહીશ, સખી સોસાયટી ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી શુભેચ્છા આપી. ઉદ્ઘાટન સમારોહની સાથે સાથે જેણે પોતાની માતબર મૂડીનું સંસ્થામાં રોકાણ કરેલ છે, તેવા ઇન્વેસ્ટરોને પણ નવાજવામાં આવ્યા, સાથે સાથે લઘુ ધિરાણ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું, આ સાથે સંસ્થાએ પોતાની સ્વર્ણિમ સખી ભેટ અર્પણ યોજના અન્વયે જે લોકોએ એમજીઆર એટલે કે મંથલી ગોલ્ડ રીકરીંગ સ્કીમ ની અંદર હજાર રૂપિયા અથવા એનાથી વધારે જે સભાસદો એ રોકાણ કરેલ છે, તેવા તમામ સભાસદોને સંસ્થા તરફથી સોનાની ચુનીની ભેટ આપવામાં આવેલ.આભાર વિધિ સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ગઢવી તરફથી કરવામાં આવી, આમ સખી કો ઓપરેટીવ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લિમિટેડ ની ચાંદખેડા બ્રાન્ચનો ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયેલ હતો.