આરોપી અશરફ ઉર્ફે રાજુખાન
આરોપી સુરતથી ગાંજાનો જથ્થો મેળવી અમદાવાદના અમીરૂદીન ઉર્ફે આમીર ઉર્ફે ડોનને આપતો હતો.
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એસ.જે.જાડેજાની ટીમના પો.સ.ઈ. જે.આર.બલાત તથા H.C.નરેશકુમાર લક્ષ્મણભાઇ તથા P.C.કૌશિકકુમાર કાંતીભાઇ દ્વારા નાસતા ફરતા આરોપી અશરફ ઉર્ફે રાજુખાન સન/ઓફ શેરખાન પઠાણ ઉ.વ.૪૮ હાલ રહે-મહારાજાનગર, ક્રિશ્ર્ચન સોસાયટી પહેલા, કરીયાણાની દુકાન પાસે, પાનોલી G.I.D.C, અંકલેશ્વર, તા.અંકલેશ્વર,જી.ભરૂચ તથા કાયમી રહે રૂમ.નં.૩૮ ચારમિનાર મસ્જીદની બાજુમા, મિલ્લતનગર, શાહેઆલમ,અમદાવાદ ને ચંડોળ તળાવ પાસેથી ઝડપી લીધેલ છે.તા.૦૮/૦૯/૨૦૨૩ ના રોજ જમાલપુર સપ્તઋષિ આરા રોડ, સ્મશાનના છાપરા, અમદાવાદ શહેર ખાતેથી આરોપી અમીરૂદીન ઉર્ફે આમીર ઉર્ફે ડોન સ/ઓ મયુદીન શેખને તેના ઘરે થી ગેરકાયદેસર અને વગર પાસપરમીટનો N.D.P.S. એકટ હેઠળનો માદક પદાર્થ ગાંજો ૨ કિલો ૧૫ ગ્રામ કિ.રૂ.૨૦,૧૫૦/ સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધ અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧ ૨૩૦૨૪૬/૨૦૨૩ N.D.P.S. એકટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોકત આરોપી અમીરૂદીન ઉર્ફે આમીર ઉર્ફે ડોન સ/ઓ મયુદીન શેખને આ માદક પદાર્થ આપી જનાર આરોપી અશરફ રહે, ચાર મિનાર મસ્જીદ પાસે, મિલ્લતનગર, શાહઆલમ, અમદાવાદ શહેરનું નામ આરોપી તરીકે ખુલવા પામેલ હતું. જેથી આરોપી નાસતો ફરતો રહેલ છે.આરોપી અશરફ ઉર્ફે રાજુખાન સન/ઓફ શેરખાન પઠાણ વિરૂધ્ધ NCB/AZU/ CR.NO.1/2016 NDPS એકટ કલમ ૮(સી), ૨૧, ૨૨, ૨૩, ૨૯ મુજબ કેસ કરવામાં આવેલ છે. જે કેસ સેસન્સ કેસ નં.૦૬/૨૦૧૬ થી દાખલ થયેલ હતો. જે કેસ ચાલી જતાં આરોપીને તા.૨૯/૦૭/૨૦૨૦ ના રોજ ૧૦ વર્ષની સજા થયેલ છે. આરોપીએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી પેરોલ રજા માંગણી કરતાં તેની રજા મંજૂર થયેલ હતી. જેથી પાકો કેદી અશરફ ઉર્ફે રાજુખાન સન/ઓફ શેરખાન પઠાણ તા ૧૨/૦૨/૨૦૨૧ થી જેલ મુકત થયેલ હતો. જેને તા.૧૩/૦૩/૨૦૨૧ ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું. જે તારીખે તે હાજર થયેલ નહી, અને પેરોલ જમ્પ કરી પાનોલી જી.આઇ.ડી.સી. અંકલેશ્વર ખાતે રહેતો હતો. સુરત થી ગાંજાનો જથ્થો મેળવી અમદાવાદના અમીરૂદીન ઉર્ફે આમીર ઉર્ફે ડોન સ/ઓ મયુદીન શેખને આપતો હતો. જે જેલથી પેરોલ જમ્પ કરી ફરીથી ગાંજાનો ધંધો કરતો હોય. જેની વિરૂધ્ધ ઉપર મુજબનો બીજો ગુનો દાખલ કરેલ હોય જે ગુનાના કામે અટક કરી વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીનો ગુન્હાહીત ઇતીહાસ
આરોપી અશરફ ઉર્ફે રાજુખાન સન/ઓફ શેરખાન પઠાણ વિરૂધ્ધ NCB/AZU/CR.N0.1/ 2016 NDPS એકટ કલમ ૮(સી), ૨૧, ૨૨, ૨૩, ૨૯ મુજબ
કેસ કરવામાં આવેલ છે. જે કેસમાં ઉપરોકત આરોપીને ૧૦ વર્ષની સજા થયેલ છે. જેમાં પાકા કેદી તરીકે ૩ વર્ષ ની સજા કાપી ફરાર ફરતો હતો.