સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકર, અભય શાહ, ભાજપ મીડિયા કન્વીનર વિક્રમ જૈન
ઓટીટી પ્લેટફોર્મ પર આવતી અશ્લીલ ફિલ્મો અને શબ્દો એ સંસ્કૃતિ માટે આતંકવાદ કહી શકાય :ઉદય માહુરકર
સાંસ્કૃતિક યોદ્ધાઓને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર, ૧ લાખ રૂપિયાની રાશી અને સ્મૃતિ ચિહથી સન્માનિત કરવામાં આવશે
સાંસ્કૃતિક ભારતના નિર્માણ માટે ગુજરાત હંમેશા પથ દર્શકની ભૂમિકામાં રહ્યું છે એટલે સંસ્કૃતિક ગુજરાતના નિર્માણનો પાયો એ આવતીકાલે ટાગોર હોલ ની ભૂમિમાંથી નખાશે : પ્રવક્તા અભય શાહ
અમદાવાદ
આજરોજ સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારના કાર્યક્રમની માહિતી આપવા અંગે પત્રકાર વાર્તા યોજાઈ હતી.જાણીતા લેખક, ઇતિહાસવિદ અને સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવેલ કે,તારીખ 29 ઓક્ટોબર, 2023 ના રોજ આવી આઠ પ્રતિભાઓ જે આ મુદ્દે સમર્પિત છે એમને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકર અને ગણમાન્ય હસ્તીઓના વરદ હસ્તે ટાગોર હોલ, પાલડી અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.
સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકર
માહુરકરે કહ્યું કે, ott , Social Media અને અન્ય પ્લેટફોર્મ દ્વારા થતા સંસ્કૃતિ પરના પ્રહારો વિદેશી આક્રાન્તાઓ કરતા પણ વધારે ભયંકર નુકસાનકારક છે માટે એવા લોકો જે આ સામગ્રી પીરસી મા છે તેને એક રાષ્ટ્રવાદી આંદોલન દ્વારા એક મહાન રાષ્ટ્ર બનવા માટે ભારતે તેમને પરાસ્ત કરવા પડશે. જે આગવી પહેલ મુખ્યમંત્રી એ કરેલ છે, તે ભારતમાં રાષ્ટ્રવાદી જન આંદોલન ઉભું કરવાની ફાઉન્ડેશનની નેમને મોટું બળ આપશે.સાંસ્કૃતિક યોદ્ધાઓને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર, ૧ લાખ રૂપિયાની રાશી અને સ્મૃતિ ચિહથી સન્માનિત કરવામાં આવશે.
ઉદય માહુરકરે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ચેતનાના જાગરણમાં ગુજરાત હંમેશા અગ્રેસર ભુમિકામાં રહ્યું છે. જયારે સાંસ્કૃતિક મૂલ્યો સમાજનું મૂળ છે અને જો તેના મૂળ પર હુમલો કરવામાં આવે તો સમાજ ટકી શકશે નહીં.
ઓટીટી સોશિયલ મીડિયા ફિલ્મ અને પોનોગ્રાફીના માધ્યમથી જે કંઈ પીરસાઈ રહ્યું છે તેને લોકો માટે એક ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે. ઓટીટી ફોર્મ પર આવતી અશ્લીલ ફિલ્મો અને શબ્દો એ સંસ્કૃતિ માટે આતંકવાદ કહી શકાય . સોશિયલ મીડિયા પર સસરા વહુ નો વ્યભિચાર એવી ફિલ્મ આવે છે, ફાઉલ લેંગ્વેજ, વીઓલેન્સ, સેક્સ્યુઅલ કન્ટેન્ટ વગેરે ઓટીટી ફિલ્મોમાં અશ્લીલતા દર્શાવવામાં આવી રહી છે. દિલ્હીમાં રાષ્ટ્રવાદી સરકાર છે જે આ માટે સચેત અને ગંભીર છે. સમાજ અને વાલીઓનો પણ મોટો રોલ છે જે પોતાના સંતાનોને આવી અશ્લીલતા જોવાથી દૂર રાખી શકે છે. ઓટીટી, સોશિયલ મીડિયા, ફિલ્મ અને પોનોગ્રાફી રોકવા માટે ભારતમાં જરૂરથી કાયદો આવશે અને તેની તૈયારીઓ ચાલી રહી છે.
સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રવક્તા અભય શાહ
સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રવક્તા અભય શાહે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પર જે પ્રહારો થઈ રહ્યા છે એને મિટાવી દેવાના સપનાઓ જોઈ રહ્યા છે આ સનાતન મૂલ્યોની રક્ષા માટે સમાજ જીવનની અંદર સંસ્કારોની રક્ષા થાય, યુવાનોમાં અને બાળકોમાં સંસ્કારના સિંચનને પ્રોત્સાહન મળે તેવી ઉત્તમ ભાવના સાથે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સાંસ્કૃતિક મૂલ્યના સંરક્ષણ અને સંવર્ધન માટે જે પ્રતિભાવો કટિબદ્ધ છે વિરલ પ્રતિભાવને સન્માનિત કરવાનો આ એક અદભુત પ્રયાસ છે જેનાથી બાળકોનું ભવિષ્ય મજબૂત બનશે એવી અમને આશા છે.સાંસ્કૃતિક ભારતના નિર્માણ માટે ગુજરાત હંમેશા પથ દર્શકની ભૂમિકામાં રહ્યું છે એટલે સંસ્કૃતિક ગુજરાતના નિર્માણનો પાયો એ આવતીકાલે ટાગોર હોલ ની ભૂમિમાંથી નખાશે.
ઉદયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ભારતની ભાવિ પેઢીઓને બગાડતા અને બળાત્કાર જેવી ઘટના માટે જવાબદાર મુખ્ય કારણ ઓડીયો વિઝુઅલ પ્લેટફોર્મ પર આવતી વિકૃત સામગ્રી છે. સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશન તેની સામે આંદોલન કરીને આ બદી સામે ભારતને એક કરવા માટે કટિબદ્ધ છે. જેથી ભવિષ્યના ભારતના નિર્માણમાં આવતા અવરોધો દુર થાય. દુનિયા માટે ગુજરાત હંમેશા પથદર્શકની ભૂમિકામાં રહું છે અને હવે ગુજરાત રાજ્ય કરીથી સાંસ્કૃતિક મૂલ્યોની રક્ષા માટે ગુજરાતના સંસ્કૃતિ પ્રેમી મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક આગવી પહેલ કરવા જઈ રહ્યું છે.
વર્તમાનમાં સત્ય સનાતન ભારતીય સંસ્કૃતિના સાત્વિક મુલ્યોને મિટાવી દેવાની મેલી મુરાદ સાથે અસુરી તાકાત મથી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યના શીલ – સંસ્કૃતિ અને સદાચાર પ્રેમી, માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત પ્રતિભાઓને સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાથી ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી પુરસ્કૃત કરવાનો નિર્ણય લીધો છે.
ઉદય માહુરકરે મુખ્યમંત્રીના આ નિર્ણયની અનુમોદના કરતા જણાવેલ કે, સમાજમાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરવાના કાર્યને આ પ્રયાસથી મોટું બળ મળશે અને સાંસ્કૃતિક યોદ્ધાઓને તેમના અમૂલ્ય કાર્યને આગળ ધપાવવા – નવી પ્રતિભાઓને આ ક્ષેત્રે કાર્યરત થવા માટે પણ પ્રેરિત કરશે.
ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર જે આઠ વ્યક્તિને અર્પણ કરવામાં આવશે તેમની માહિતી આ પ્રમાણે છે.
૧ . પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ
અગ્રણી મહાન આધ્યાત્મિક સંત છે, તેઓં શ્રી હિંદુ ધર્મ આચાર્ય સભાનાં સંયોજક તથા તરરાષ્ટ્રીય મહામંત્રી છે. આર્ષ વિધા મંદિર રાજકોટના સંસ્થાપક છે. શિવાનંદ આશ્રમ – અમદાવાદના પ્રમુખ છે. જેઓં વિકૃત સામગ્રીના ફેલાવા સામે લડી રહ્યા છે. સમાજને જાગૃત કરવાનું કામ તેઓ તેમના પ્રવચનોના માધ્યમે કરી રહ્યા છે. સંતો – મહંતો – રાજકીય આગેવાનોને જાગૃત કરવામાં આગવી ભૂમિકા તેઓશ્રીની રહી છે.
૨. પૂજ્ય રત્નસુંદર સૂરિજી મ.સા.
એ એક પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ છે. જેઓ વિંક્ત સામગ્રીથી યુવાનોના રક્ષણ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે વેબસીરીઝની હાનિકારક અસરો અને અન્ય પ્રકારની અશ્લીલતા સામે સિંહગર્જના કરી છે અને તેણે યુવાનોને નૈતિક મૂલ્યોના મહત્વ વિશે શિક્ષિત કરવાનું કામ કર્યું છે.
૩. હેનિલ વિસારિયા
એક યુવા કાર્યકર છે જે સ્વચ્છ સાયબર ભારત બનાવવા માટે સમર્પિત છે. તેમને દેશની સર્વોચ્ચ પંચાયતમાં આ સંવેદનશીલ વિષય ઉઠાવવા અનેક આગેવાનોને મળીને રજુઆત કરી હતી.
૪. નરેન્દ્રભાઈ કામદાર
એ આજીવન કેળવણીકાર છે. બાળકોને અને યુવાનોને નૈતિક મૂલ્યો શીખવવા માટે અને ગંદી સોબતોથી દુર રહેવા જાગૃતિ લાવવા માટે તેમણે ભેખ લીધો છે.
૫. મિતલ ખેતાણી
એક સામાજિક કાર્યકર છે જેમણે મીડિયામાં અશ્લીલતા અને અભદ્રતા સામે અવાજ ઉઠાવ્યો છે. હિંસા અને શોષણને પ્રોત્સાહન આપતી ફિલ્મો અને ટેલિવિઝન શોનો બહિષ્કાર કરવા અને પ્રેરણાત્મક કથાઓના પ્રચાર પ્રસાર માટે તેમણે ઝુંબેરાનું આયોજન કર્યું છે.
૬. સુદીપ વાલાણી,
જેમણે પાયાના સ્તરે નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું છે. તેમણે સેકડો ભુલકાઓને માતા – પિતા ઘરનાં જીવતા જાગતા ભગવાન અને ભગવતી છે તે વિશે શિક્ષિત કરવા માટે અને ગંદી સોબતોથી દુર રહેવા સંકલ્પબધ કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
૭. ચૈતન્ય સંઘાણી
એક વિચારશીલ તત્વચિંતક અને લેખક છે. જે પોતાની ફરજ ઉપરાંત પરંપરાગત ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પુનર્જીવિત કરવા માટે અને વર્તમાન અસંયમી ઇન્ટરનેટ યુગ સામે તેમના મિશન ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વળો માટે કામ કરી
રહ્યા છે. વિકૃતિ અને અસંયમી જીવન તરફ વળેલા યુવાનોને સંયમી સંસ્કૃતિ તરફ વાળવા કાર્ય કરી રહ્યા છે.
૮ ડૉ. અંકિતા મુલાણી
એક ધારદાર લેખક, પ્રેરકવક્તા અને પ્રખર સામાજિક કાર્યકર છે. તેમણે હજારો પ્રેરક પ્રસંગો કહીંને સમાજ ઘડતરનું અતુલનીય કાર્ય કર્યું છે સાથે યુવાધનને ગેરમાર્ગે દોરતા અભદ્ર કાર્યક્રમોમાં ફસાતા બચાવવા તેઓ કાર્યરત છે. તેઓ રેપ પ્રિવેન્શન કાઉન્સિલ સુરતના મેમ્બર છે.