ખેડાના માતર GIDCમાંથી નકલી ઈનો બનાવવાનું કારખાનું પકડાયું

Spread the love


ગુજરાતમાં આ શું થવા બેઠું છે. એક તરફ હાર્ટએટેક જેવી બીમારી લોકોના ભોગ લઈ રહી છે. બીજી તરફ લોકો મોતનો સામાન વેચી રહ્યાં છે. નકલી મરચું, નકલી ઘી, નકલી પનીર, નકલી હળદર, નકલી મસાલા, ન જાણે ખાણીપીણીની કેટકેટલી વસ્તુઓ ગુજરાતમા નકલી બની રહી છે અને વેચાઈ રહી છે. આ મોતનો સામાન લોકોના સ્વાસ્થય પર ગંભીર અસર પાડી રહ્યું છે ત્યારે હવે ખેડામાંથી નકલી ઈનો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. નકલી હળદર અને ઘી બાદ નકલી ઈનોનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ નકલી ઈનો એવો છે જે તમારી તબિયત સુધારવાના બદલે બગાડી શકે છે.

નકલી ઈનો બનાવવાનું આ કારખાનું માતર GIDC માં ધમધમતું હતું. આ ભેજાબાજોએ અસલી ઈનોના પેકેટ જેવા જ નકલી પેકેટ બનાવ્યા હતા અને તેમાં ઈનોના બદલે તેના જેવો દેખાતો પાવડર પેક કરી દેતા હતા. આ આખા કૌભાંડનો ભાંડો ત્યારે ફુટ્યો જ્યારે માતર પોલીસ સ્ટેશનમાં કંપનીના કર્મચારીએ જ ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની ફરિયાદ કરવામાં આવી અને પોલીસે તપાસ કરતા નકલી ઈનોના 2 લાખ 22 હજાર પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ, રાજસ્થાન અને UPના 3 ઈસમો ઝડપાયા છે. આ ઘટના બાદ ખેડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ફરી ઊંઘતું ઝડપાયુ છે.

ડુપ્લીકેટ ઘીના કેસને એક મહિનો થયા છતાં કાર્યવાહીના નામે મીંડુ છે ત્યાં જ નકલી ઈનો ઝડપાયો છે. નવાઈની વાત એ છે કે, આ પહેલા નકલી હળદરની ફેક્ટરી નડિયાદ પોલીસે તો નકલી ઘી વિજિલન્સે ઝડપ્યું હતું. આ ઘટના બાદ ખેડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે ઢીલી કાર્યવાહીનો આરોપ લગાવાયો છે. ચર્ચા તો એવી પણ ચાલી રહી છે અધિકારીઓને છુપા આશીર્વાદથી નકલીનો કાળો કારોબાર ધમધમે છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ખેડા જિલ્લો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ બની રહ્યું છે. હળદર ઘી બાદ હવે તેને પચાવવા માટેની નકલી ઇનોની ડુપ્લીકેટ ફેક્ટરી ઝડપાઈ છે. ઈનો જેવા જ અન્ય પાવડર વાપરી ઓરીજીનલ જેવા જ ઈનો પાઉચ બનાવવામાં આવતા હતા. માતર પોલીસ મથકે કોપીરાઈટની ફરિયાદ નોંધાઈ છે. ફૂડ વિભાગ દ્વારા કડક પગલાં ન ભરવામાં આવતા અને છુપા આશીર્વાદથી ખેડા જિલ્લામાં આવા તત્વો બેફામ બન્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હજી છ મહિના પહેલા ડુપ્લીકેટ હળદર બનવતી ત્રણ ફેકટરી નડિયાદ પોલીસે ઝડપી હતી.

એક મહીના પહેલા ફૂડ એન્ડ ડ્રગસ વિભાગની ગાંધીનગર વિજિલન્સ દ્વારા ડુપ્લીકેટ ઘી બનવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે હાલ પણ ફૂડ વિભાગને બદલે કંપનીએ પોલીસની મદદથી ડુપ્લીકેટ ઇનોનું કારખાનું ઝડપ્યું છે. ત્યારે સવાલ એ છે કે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ શુ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com